Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 લોકો તેમને લઈને તેમના વતનમાં તેમને પાછા લાવશે; અને યહોવાની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ તથા દાસી તરીકે રાખશે. અને તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે; અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 લોકો તેઓને તેઓના વતનમાં પાછા લાવશે. પછી યહોવાહની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ અને દાસી તરીકે રાખશે. તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેઓના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:2
34 Iomraidhean Croise  

તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.


તે દિવસે જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે એવા દેશની કદાવર અને સુંવાળી પ્રજા, દૂરદૂરના લોકો પર ધાક બેસાડનારી પ્રજા, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા સર્વસમર્થ પ્રભુને માટે અર્પણો લઈને આવશે. જ્યાં સર્વસમર્થ પ્રભુને નામે ભજન થાય છે તે સિયોન પર્વત પર તેઓ આવશે.


આશ્શૂર તરવારનો ભોગ થઈ પડશે. પણ માનવી હાથે તેનો નાશ થશે નહિ. આશ્શૂરીઓ લડાઈમાંથી નાસી જશે અને તેમના યુવાનોની પાસે વેઠ કરાવવામાં આવશે.


પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.


પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “હું હાથનો ઈશારો કરી બિનયહૂદી પ્રજાઓને અને વજાના સંકેતથી લોકોને બોલાવીશ. તેઓ પોતાની કેડમાં તારા પુત્રોને અને પોતાના ખભા પર તારી પુત્રીઓને ઊંચકીને લઈ આવશે.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


તો પ્રભુ જવાબ આપે છે, “હા, તે જ પ્રમાણે બનવાનું છે. યોદ્ધાઓ પાસેથી બંદીવાનો છોડાવી લેવાશે અને જુલમગાર પાસેથી લૂંટ પચાવી પડાશે. તારી વિરુદ્ધ લડનારા સામે હું લડીશ અને તારાં બાળકોને બચાવીશ.


તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. તારાં સંતાન અન્ય પ્રજાઓ પર કબજો જમાવશે અને નિર્જન શહેરો ફરી વસાવશે.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


તારી નજર ઊંચી કરીને ચારે તરફ જો. તારા લોક એકઠા થઈ રહ્યા છે; તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરદૂરથી આવશે અને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.


મારા લોક, પરદેશીઓ તમારાં ટોળાં ચરાવશે, તમારાં ખેતરો ખેડશે અને તમારી દ્રાક્ષવાડીઓની સંભાળ કરશે.


પ્રભુ કહે છે, “હું તેનામાં સમૃદ્ધિની નદી વહાવીશ અને છલક્તા ઝરણાની જેમ પ્રજાઓની સંપત્તિ તમારી પાસે આવશે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, તેને કેડે ઊંચકી લે અને તેને ખોળામાં લાડ લડાવે એમ હું તમારું પાલનપોષણ કરીને તમારો ઉછેર કરીશ.


તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે.


પરંતુ એવો સમય નક્કી આવશે કે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બામાં હું યુદ્ધનો કોલાહલ સંભળાવીશ, તેને ઉજ્જડ ટીંબો બનાવી દેવામાં આવશે અને તેનાં ગામડાંઓને બાળીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે. પછી ઇઝરાયલના લોકોને ત્યાંથી હાંકી કાઢનારાને હાંકી કાઢવામાં આવશે. હું પ્રભુ આ બોલું છું.”


તેઓ બળતણનાં લાકડાં વીણવા સીમમાં જશે નહિ, કે લાકડાં માટે વનનાં વૃક્ષો કાપશે નહિ. તેઓ તો શત્રુઓએ ફેંકી દીધેલાં યુદ્ધશસ્ત્રો જ બાળશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂંટશે અને તેમની ધનસંપત્તિ પડાવી જનારની ધનસંપત્તિ તેઓ પડાવી લેશે.” આ તો પ્રભુ પરમેશ્વર પોતે કહે છે.


પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે.


હું તમારા પુત્રો અને પુત્રીઓને યહૂદિયાના લોકોને વેચાતા અપાવીશ અને તેઓ તેમને દૂર દેશના શેબાના લોકોને વેચી દેશે. હું પ્રભુ એ બોલ્યો છું.


જો તમારે ગુલામની જરૂર હોય તો તમારી આસપાસ વસતી પ્રજાઓ મધ્યેથી ખરીદો.


“પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે.


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


“પ્રભુ પોતે તમારી વિરુદ્ધ યુદ્ધ કરશે, અને એકવાર જેઓ તમારા નોકર હતા તેઓ તેમને લૂંટી લેશે.” એવું બને ત્યારે સૌ કોઈ જાણશે કે પ્રભુએ મને મોકલ્યો છે.


પણ જો તે નોકર પોતાના મનમાં કહે, ‘મારો શેઠ આવતાં વાર લગાડે છે,’ અને બીજાં નોકરો અને સ્ત્રી નોકરોને મારવા લાગે અને ખાઈપીને દારૂડિયો બને,


તેમણે જાતે જ આ પગલું ભર્યું છે. ખરું જોતાં, તેઓ તેમના દેવાદાર છે. કારણ, યહૂદીઓએ તેમની આત્મિક આશિષોમાં બિનયહૂદીઓને ભાગીદાર બનાવ્યા છે. તેથી બિનયહૂદીઓએ પણ તેમને ભૌતિક બાબતોમાં મદદ કરવી જોઈએ.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


તમે સ્વતંત્ર રહો એ માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. પણ તમારું સ્વાતંય તમારી શારીરિક ઇચ્છાઓને સ્વચ્છંદતાના માર્ગે લઈ જવાનું બહાનું ન બની જાય, તેનું ધ્યાન રાખો. એને બદલે, એકબીજા પરનો પ્રેમ તમને સેવા કરતાં શીખવે.


શાસ્ત્રમાં લખેલું છે: “જ્યારે તે ઊંચાણમાં ગયા, ત્યારે પોતાની સાથે તે ઘણા કેદીઓને લઈ ગયા, અને તેમણે માણસોને બક્ષિસો આપી.”


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan