Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:19 - પવિત્ર બાઇબલ C.L.

19 નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પણ તને તો કબર પણ મળી નથી. તારા શબને તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવ્યું છે. તારું કચડાયેલું શબ, યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:19
17 Iomraidhean Croise  

તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”


તારો જે સંબંધી નગરમાં મરી જાય તેને કૂતરાં ફાડી ખાશે અને જે વગડામાં મરી જાય તેને ગીધો ચૂંથી ખાશે.”


યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “તેનું શબ ઉઠાવીને યિઝએલી નાબોથની જમીનમાં ફેંકી દે. યોરામના પિતા આહાબની પાછળ પાછળ હું અને તું સવારી કરતા હતા ત્યારે પ્રભુએ આહાબ વિરુદ્ધ જે શબ્દો કહ્યા હતા તે યાદ કર:


જે કોઈ પકડાઈ જશે તેને ખંજર હુલાવી દેવાશે અને સપડાઈ જનાર સૌ કોઈ તલવારનો ભોગ થઈ પડશે.


પૃથ્વીના બધા રાજાઓ પૂરા સન્માનથી પોઢયા છે; પ્રત્યેક પોતાની કબરમાં છે. પણ તારું તો દફન પણ થયું નહિ!


તેમના ક્તલ થઈ ગયેલાઓને ફેંકી દેવાશે અને તેમનાં શબ સડીને દુર્ગંધ મારશે. તેમના લોહીથી પર્વતો તરબોળ થઈ જશે.


પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.


પરંતુ જેવા તેઓ નગરમાં દાખલ થયા કે તરત જ નથાન્યાના પુત્ર ઇશ્માએલે અને તેના માણસોએ તેમનો સંહાર કર્યો અને તેમનાં શબ ટાંકામાં નાખી દીધાં.


ઇશ્માએલે મારી નાખેલા માણસોનાં શબ જે ટાંકામાં નાખ્યાં તે બહુ મોટું હતું. આસા રાજાએ તે ટાંકું ઇઝરાયલના રાજા બાઅશાથી સંરક્ષણ મેળવવા બંધાવ્યું હતું. ઇશ્માએલે તે ટાંકું મારી નાખેલા માણસોનાં શબથી ભરી દીધું.


તેઓ ખાલદીઓની ભૂમિ પર ક્તલ થઈને પડશે અને બેબિલોનની શેરીઓમાં વીંધાઈને પટકાશે.


તેમની કબરો પાતાળને છેક તળિયે ગોઠવેલી છે. એના બધા સૈનિકો લડાઇમાં માર્યા ગયા અને આશ્શૂરની કબરની આસપાસ તેમની કબરો છે. એક સમયે તો તેઓ પૃથ્વી પર ત્રાસ વર્તાવતા હતા.


પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan