Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તને જોનારા તારી સામે તાકી રહેશે અને તારી દશા વિષે વિચારશે, ‘પૃથ્વીને કંપાવનાર અને રાજ્યોને ધ્રૂજાવનાર શું આ જ માણસ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે કે, જે માણસે પૃથ્વી થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે ‘શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જ્યારે જે કોઇ તને જોશે, તે તારા તરફ ટીકી રહેશે અને વિચાર કરશે કે, “શું આ એ માણસ છે, જેણે પૃથ્વીને ધ્રૂજાવી હતી, રાજ્યોને ડોલાવ્યાં હતાં જેણે જગતને અરણ્ય સમાન બનાવી દીધું હતું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:16
13 Iomraidhean Croise  

“આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.”


તેથી સર્વ મનુષ્યો ભયભીત થશે, તેઓ ઈશ્વરનાં કાર્યો પ્રસિદ્ધ કરશે, અને એમ ઈશ્વરનાં કાર્ય વિષે સમજણ મેળવશે.


પણ તને તો મૃત્યુલોક શેઓલમાં, અઘોર ઊંડાણમાં ધકેલી દેવામાં આવ્યો છે.


શું આ જ માણસે દુનિયાને ઉજ્જડ બનાવી હતી અને તેનાં શહેરોનો નાશ કર્યો હતો? પોતાના કેદીઓને છટકીને ઘેર નાસી જવા ન દેનાર તે શું આ જ માણસ છે?’


આખી દુનિયા માટે હથોડા સમાન બેબિલોનના તૂટીને ચૂરેચૂરા થઈ ગયા છે. બેબિલોનની દશા જોઈને બધી પ્રજાઓ ચોંકી ઊઠી છે.


તેમની કબરો પાતાળને છેક તળિયે ગોઠવેલી છે. એના બધા સૈનિકો લડાઇમાં માર્યા ગયા અને આશ્શૂરની કબરની આસપાસ તેમની કબરો છે. એક સમયે તો તેઓ પૃથ્વી પર ત્રાસ વર્તાવતા હતા.


પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.


હું તને તુચ્છકારથી જોઈશ અને ગંદકીથી ભરી દઈશ. લોકો તને જોઈને ભયભીત થઈ જશે.


તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે.


તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે?


Lean sinn:

Sanasan


Sanasan