Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુનો દિવસ આવે છે. એ ક્રૂર દિવસે તેમનો કોપ અને ઉગ્ર ક્રોધ પ્રગટ થશે. તેથી પૃથ્વી ઉજ્જડ બની જશે અને તેમાંથી બધા પાપીઓનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જુઓ, યહોવાનો દિવસ આવે છે! તે દુ:ખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજજડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:9
27 Iomraidhean Croise  

પૃથ્વી પરથી પાપીઓનો નાશ થાઓ અને દુષ્ટોનો અંત આવો. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!


પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે.


વિલાપ કરો! કારણ, પ્રભુનો દિવસ પાસે છે. એ તો સર્વસમર્થ ઈશ્વર તરફથી સંહારનો દિવસ થશે.


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


એ તો સિયોનના પક્ષની હિમાયત કરી તેના દુશ્મનો પર વૈર વાળવાનો પ્રભુનો દિવસ હશે.


કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો.


પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.


સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી.


તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.


પ્રભુનો દિવસ, એવો દિવસ કે જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે, તે નજીક છે. એ દિવસ કેવી ભયંકરતા લાવશે!


સિયોન પર્વત પર, ઈશ્વરના પવિત્ર પર્વત પર, રણશિંગડું વગાડો; ચેતવણીનું બ્યુગલ વગાડો. હે યહૂદિયાના લોકો, કાંપો, કારણ, પ્રભુનો દિવસ જલદી આવી રહ્યો છે.


પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે.


પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.


તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.


ધસમસતાં પૂરની જેમ તે પોતાના દુશ્મનોનો નાશ કરે છે. તે તેમના વિરોધીઓને મારી નાખે છે.


એ તો કોપનો દિવસ, સંકટ અને કષ્ટનો દિવસ, વેરાન તથા વિનાશનો દિવસ, અંધકાર અને ગમગીનીનો દિવસ, ઘોર અંધકારનો અને વાદળાંવાળો દિવસ હશે.


પ્રભુ ન્યાય કરવા બેસવાના છે તે દિવસ પાસે છે. ત્યારે યરુશાલેમ લૂંટી લેવાશે અને તમારી આંખો આગળ લૂંટ વહેંચી લેવાશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”


Lean sinn:

Sanasan


Sanasan