Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:14 - પવિત્ર બાઇબલ C.L.

14 શિકારીના હાથમાંથી નાસી છૂટેલા હરણની જેમ અને ભરવાડ વિનાનાં ઘેટાંની જેમ પ્રત્યેક જણ પોતાના લોકો પાસે જતો રહેશે; તે પોતાના વતનના દેશમાં નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 નસાડેલા હરણની જે, ને જેમને કોઈ ભેગા કરનાર નથી એવાં ઘેટાંની જેમ, તેઓ પોતપોતાના લોકોની તરફ વળશે, ને પોતપોતાના દેશમાં નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 નસાડેલા હરણની જેમ અને પાળક વગરના ઘેટાંની જેમ, દરેક માણસ પોતાના લોકોની તરફ વળશે અને પોતપોતાના દેશમાં નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:14
13 Iomraidhean Croise  

મિખાયાએ જવાબ આપ્યો, “હું ઇઝરાયલને ઘેટાંપાળક વિનાના ઘેટાંની જેમ પર્વતો પર વિખેરાઈ ગયેલા જોઉં છું અને પ્રભુએ કહ્યું, ‘આ માણસોનો કોઈ આગેવાન નથી, તેઓ શાંતિપૂર્વક પોતાને ઘેર જાય.”


સૂર્યાસ્ત થતાં ઇઝરાયલી સૈન્યમાં હુકમ કરાયો: “પ્રત્યેક માણસ પોતાના પ્રદેશમાં અને નગરમાં પાછો જાય!”


જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે.


લોકો ક્તલ કરનાર તલવારથી, વીંધી નાખનાર તીરથી અને યુદ્ધની ભીંસને કારણે ભાગી આવ્યા છે.”


તારી બાલ્યાવસ્થાથી જેમની સાથે તું વ્યવહાર રાખતી આવી છે તે સલાહકારો તો એવા છે. તેઓ તારું કંઈ હિત કરી શકે તેમ નથી. તેઓ તને તજીને પોતપોતાને રસ્તે ચાલ્યા જશે અને તેમાંનો કોઈ તને બચાવી શકશે નહિ.”


એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.


બેબિલોનમાંથી વાવણી કરનાર અને કાપણી વખતે દાતરડાથી લણનારને દૂર કરો. તેમાં વસનાર પરદેશીઓ આક્રમણ કરી રહેલ લશ્કરની બીકને લીધે ત્યાંથી પોતપોતાના વતનમાં નાસી જશે.”


તેમાં વસતા પરદેશીઓએ કહ્યું, “અમે બેબિલોનના ઘાનો ઉપચાર કરવા પ્રયત્ન કર્યો, પણ તેને રૂઝ વળે એમ નથી. તેથી ચાલો, આપણે એને તજી દઈએ અને દરેક જણ પોતપોતાના વતનમાં જતા રહીએ; કારણ, તેના અપરાધની સજા આકાશ સુધી પહોંચી છે અને ગગન સુધી ઊંચે ચડી છે.


હે આશ્શૂરના સમ્રાટ, તારા રાજ્યપાલો મૃત્યુ પામ્યા છે અને તારા અમીર ઉમરાવો સદાને માટે પોઢી ગયા છે! તારા લોકો પર્વતો ઉપર વિખેરાઈ ગયા છે અને તેમને ઘેર પાછા લાવનાર કોઈ રહ્યું નથી.


લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાલક વરનાં ઘેટાં જેવા હતા.


ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan