Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હું, સર્વસમર્થ પ્રભુ, મારા ભભૂક્તા રોષના દિવસે મારા કોપથી આકાશોને ધ્રૂજાવી દઈશ અને પૃથ્વી સ્થાનભ્રષ્ટ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે માટે હું આકાશોને હલાવીશ, ને પૃથ્વી ડગમગીને સ્થાનભ્રષ્ટ થશે, સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી ને તેમના બળતા રોષને દિવસે [એમ થશે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે, સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:13
27 Iomraidhean Croise  

તે ધરતીને તેના સ્થાનમાંથી હચમચાવે છે અને પૃથ્વીના આધારસ્તંભો કંપે છે.


ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા.


તમારો ઉગ્ર ક્રોધ મારા ઉપર ફરી વળ્યો છે અને તમારા ભયાનક હુમલાઓ મારો સદંતર નાશ કરે છે.


પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.


સમુદ્ર નજીકના રણપ્રદેશ માટે સંદેશ: દક્ષિણ પ્રદેશમાંથી થઈને પસાર થતા ઝંઝાવાતની જેમ રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી કોઈ આક્રમણ કરનાર આવી રહ્યો છે.


સમુદ્ર પર પ્રભુએ પોતાનો હાથ ઉગામ્યો છે અને રાજ્યોને ઉથલાવી પાડયાં છે. પ્રભુએ કનાનના કિલ્લાઓનો નાશ નક્કી કર્યો છે.


જુઓ, પ્રભુ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ બનાવે છે. તે તેને ઉથલાવીને તેના લોકોને વેરવિખેર કરી નાખે છે.


જે કોઈ ભયના ભણકારાથી ભાગી છૂટશે તે ખાડામાં પડશે, અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળી જશે તે ફાંદામાં ફસાઈ પડશે. આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડશે અને ભૂમિના પાયા હાલી ઊઠશે.


ધરતી ફાટી જશે, તેમાં તિરાડો પડશે અને તેના ભૂક્કા બોલી જશે.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે.


પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે.


“તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરો; વળી, નીચે પૃથ્વીને ય નિહાળો. આકાશ તો ધૂમાડાની જેમ અદશ્ય થઈ જશે અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઈ જશે તથા તેમાંના લોક માખીઓની જેમ મરણ પામશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે; મારો વિજય નાશ પામશે નહિ.


સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોન દેશ અને લેબ - કામાયના રહેવાસીઓની વિરુદ્ધ હું વિનાશક વાયુ જેવા પરદેશીઓને મોકલીશ.


માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે.


સિયોન પર્વતમાંથી પ્રભુ ગર્જના કરે છે: યરુશાલેમમાંથી તેમની વાણી ગરજે છે; અને પૃથ્વી તથા આકાશ કાંપે છે. પણ તે પોતાના લોકનું તો રક્ષણ કરશે.


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan