Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 13:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ. હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 13:11
30 Iomraidhean Croise  

પ્રત્યેક ગર્વિષ્ઠને તું પાડી નાખ, દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમને કચડી નાખ.


નેકજનને આ પૃથ્વી પર જ પુરસ્કાર મળે છે; એટલે દુષ્ટો તથા પાપીઓને અહીં જ બદલો ચૂકવાશે એ કેટલું સચોટ છે!


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


એના પુત્રો માટે વધસ્થાન તૈયાર કરો; તેમના પૂર્વજોના પાપને લીધે તેના પુત્રો માર્યા જાઓ. તમારામાંનો કોઈ પૃથ્વી પર રાજ ન કરે કે તેનાં શહેરોને તેઓ વસ્તીથી ભરપૂર ન કરે.


પોતાના રોષમાં સતત પ્રહાર કરી પ્રજાઓને ઝૂડી નાખનાર અને પોતાના ક્રોધાવેશમાં તાબે થયેલી પ્રજાઓ પર અવિરત અત્યાચાર કરનાર દુષ્ટની સોટીને અને રાજ્યર્ક્તાઓના રાજદંડને પ્રભુએ ભાંગી નાખ્યાં છે.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


તેના બધા વૈભવનો ગર્વ ઉતારવા અને દુનિયામાં માનવંતા મનાતા તેના વેપારીઓને હલકા પાડવા સર્વસમર્થ પ્રભુએ એવું નિર્માણ કર્યું છે.


એ સમયે પ્રભુ આકાશી સત્તાધારીઓને અને પૃથ્વીના રાજાઓને શિક્ષા કરશે.


સમર્થ પ્રજાઓ તમારી સ્તુતિ કરશે, અને ઘાતકી પ્રજાનાં શહેરોના લોકો તમારો ડર રાખશે.


શિયાળાના તોફાનની જેમ અને સુકા પ્રદેશમાંથી વાતા બળબળતા વાયુની જેમ ઘાતકી લોકો અચાનક આક્રમણ કરે છે. પણ હે પ્રભુ, જેમ વાદળની છાયાથી સખત તાપની અસર ઘટી જાય છે તેમ તમે અમારા શત્રુઓને તાબે કર્યા છે. તમે જુલમીઓનો વિજયનાદ શાંત પાડી દીધો છે.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


જુલમગારો અને તુમાખીખોરોનો અંત આવશે. દુષ્ટતા પર જેમની દષ્ટિ મંડાયેલી છે એવા સૌ માર્યા જશે.


હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


દરેક માણસ નીચો નમાવાશે, બલ્કે, સમસ્ત માનવજાતને નમાવવામાં આવશે, સર્વ ઉદ્ધત આંખો નીચી નમાવાશે.


“મેં તેનું અભિમાન, તેનો અતિશય ઘમંડ, તેની મગરૂરી, તેનો મોટો અહંકાર અને પોતાને વિષેની ઊંચી ધારણા વિષે સાંભળ્યું છે.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ, પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’


Lean sinn:

Sanasan


Sanasan