Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુનાં સ્તોત્ર ગાઓ; કારણ, તેમણે ઉત્તમ કાર્યો કર્યાં છે. વળી, એ સમાચાર આખી સૃષ્ટિમાં જણાવો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 12:5
16 Iomraidhean Croise  

પ્રભુની સમક્ષ ગીતો ગાઓ, અને વાજિંત્રો વગાડો. તેમનાં સર્વ અજાયબ કાર્યોનું વર્ણન કરો.


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે.


પછી મોશે અને ઇઝરાયલીઓએ પ્રભુ આગળ આ ગીત ગાયું: “હું પ્રભુ આગળ ગાઈશ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેમના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.


મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


બચી ગયેલાઓ આનંદથી પોકારશે. પશ્ર્વિમના લોકો પ્રભુના પ્રતાપની ઘોષણા કરશે,


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


પ્રભુના માનમાં નવું ગીત ગાઓ! સમસ્ત પૃથ્વી, સૌ સમુદ્રમાં સફર કરનારા અને સાગરના સઘળા સજીવો, દૂરના ટાપુઓ અને તેમના પરના રહેવાસીઓ, તમે સૌ તેમની સ્તુતિ કરો.


વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.


હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.


પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan