Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 12:4
42 Iomraidhean Croise  

પ્રભુનો આભાર માનો, તેમની મહત્તા પ્રગટ કરો; પ્રજાઓમાં તેમનાં કાર્યો જાહેર કરો.


તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


યાહવેનો આભાર માનો, તેમના નામને ઘોષિત કરો; સર્વ દેશોના લોકોમાં તેમનાં કાર્યો પ્રગટ કરો.


સૌ સાજા થયેલાઓ આભાર બલિનાં બલિદાનો ચડાવે, અને જયજયકારનાં ગીતો ગાતાં ઈશ્વરનાં કાર્યો વર્ણવે.


આપણા ઈશ્વર પ્રભુ સમાન કોણ છે? તે ઉચ્ચસ્થાન પર બિરાજમાન છે.


એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.


પ્રભુ જીવંત અને જાગ્રત ઈશ્વર છે. ખડક સરખા મારા પ્રભુની સ્તુતિ હો, મારા ઉદ્ધારક ઈશ્વર ઉન્‍નત મનાઓ.


હે પ્રભુ, તમારા સામર્થ્યને લીધે તમે મહાન મનાઓ; અમે તમારા પરાક્રમનાં યશોગાન ગાઈશું.


તેઓ હવે પછી જન્મનાર લોકોને પ્રભુનો ઉદ્ધાર પ્રગટ કરીને કહેશે કે, ‘એ તો પ્રભુનું કાર્ય છે.’


મારી સાથે પ્રભુને મહાન માનો. આપણે સૌ સાથે મળીને તેમનું નામ ઉન્‍નત માનીએ.


હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે અનન્ય છો; તમારાં અદ્‍ભુત કાર્યો અને અમારા વિષેના તમારા ઇરાદા કેટલા બધા છે! એમનું પૂરેપૂરું વર્ણન હું ક્યારેય કરી શકું નહિ; એ તો અગણિત છે.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો.


અનાથોના પિતા અને વિધવાઓના હિમાયતી એવા ઈશ્વર પોતાના પવિત્ર નિવાસસ્થાનમાં છે.


પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે; હે પ્રભુ પરમેશ્વર, હું તો તમારે શરણે આવ્યો છું, જેથી હું તમારાં સર્વ અજાયબ કાર્યો પ્રગટ કરું.


સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો.


સર્વ દેશોમાં તેમનું ગૌરવ અને સર્વ પ્રજાઓમાં તેમનાં અજાયબ કાર્યો પ્રસિદ્ધ કરો.


હે પ્રભુ, એકમાત્ર તમે જ પૃથ્વી પર સર્વોચ્ચ છો, સર્વ દેવો કરતાં તમે શ્રેષ્ઠ છો.


પ્રભુ મારું સામર્થ્ય તથા ગીત છે; તે જ મારા ઉદ્ધારક છે. તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ. તે મારા પિતાના ઈશ્વર છે; તેમની મહાનતાનાં ગુણગાન ગાઈશ.


પ્રભુએ તેને કહ્યું, “હું તને મારા ગૌરવનું દર્શન કરાવીશ અને તારી સમક્ષ મારું પવિત્ર નામ જાહેર કરીશ. હું પ્રભુ છું, અને જેમને હું પસંદ કરું છું તેમને મારી કૃપા તથા દયા દર્શાવું છું.


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


અને પૂર્વના લોકો પ્રભુને મહિમા આપશે. દરિયાના ટાપુઓના રહેવાસીઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામના ગુણગાન ગાશે.


હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્‍ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે.


અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.


પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે.


દૂરના ટાપુઓના રહેવાસીઓ, પ્રભુનું સન્માન કરો અને તેમની સ્તુતિ કરો.


બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”


હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.”


Lean sinn:

Sanasan


Sanasan