Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 એ સમયે વરુ અને હલવાન સાથે રહેશે, અને ચિત્તો લવારા સાથે સૂઈ જશે. વાછરડું અને સિંહનું બચ્ચું સાથે ખાશે, અને નાનું બાળક તેમને સાચવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 11:6
15 Iomraidhean Croise  

તારા ખેતરોના પથરા તારા મિત્ર બની રહેશે અને જંગલી જનાવરો તારી સાથે સલાહસંપથી વર્તશે.


તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.


વરુ અને ઘેટાનું બચ્ચું જોડાજોડ ચરશે. સિંહ બળદની જેમ ઘાસ ખાશે અને સાપ ધૂળ ખાશે. મારા આખા પવિત્ર પર્વત સિયોન પર તેઓ કંઈ નુક્સાન પહોંચાડશે નહિ કે વિનાશ કરશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


હું તેમની સાથે સહીસલામતી બક્ષતો કરાર કરીશ. હું દેશમાંથી બધાં વિકરાળ જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે મારાં ઘેટાં ખુલ્લા ગોચરોમાં નિશ્ર્વિંતતાથી નિવાસ કરશે અને જંગલોમાં સૂશે.


“તે સમયે હું જંગલી જનાવરો, પક્ષીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ સાથે કરાર કરીશ, એટલે તેઓ મારા લોકને કંઈ ઈજા પહોંચાડશે નહિ. હું ધનુષ્ય, તલવાર કે યુદ્ધનાં એવાં બધાં જ શસ્ત્રો નષ્ટ કરીશ અને મારા લોકને સલામતીમાં રાખીશ.


ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.


Lean sinn:

Sanasan


Sanasan