Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 11:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુ ઇજિપ્તના સમુદ્રના અખાતને સૂકવી નાખશે અને યુફ્રેટિસ નદીને બળબળતા વાયુથી સૂકવી નાખશે, અને તેના પ્રવાહને તે સાત નાનાં ઝરણાંમાં વહેંચી નાખશે, જેથી સૌ કોઈ તેને પગરખાં ઉતાર્યા વિના જ ઓળંગી શકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 11:15
19 Iomraidhean Croise  

મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.


ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા ત્યારે સમુદ્રનાં પાણી તેમની જમણી તેમ જ ડાબી બાજુએ ભીંતરૂપ થઈ ગયાં.


પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં.


એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે.


પ્રભુ કહે છે, “કોણે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો અને કોણે જબરાં પાણીમાં થઈને રસ્તો બનાવ્યો?


હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે.


પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?”


“તે સમયે પ્રભુ યુફ્રેટિસની પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રાને, એટલે આશ્શૂરના રાજાને લાવશે અને તમારી દાઢીના, માથાના અને પગના વાળ કાપી નાખશે.


તે માટે હું પ્રભુ આશ્શૂરના રાજાને તેના શસ્ત્રસજ્જિત સૈન્ય સાથે યહૂદિયા પર ચડાઈ કરવા લઈ આવીશ. તેઓ યુફ્રેટિસ નદીના વિશાળ અને ધસમસતા પ્રવાહની જેમ ચડી આવશે.


તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું. હું સમગ્ર ઇજિપ્ત દેશને ઉત્તરના મિગ્દોલ નગરથી માંડી દક્ષિણના સૈન્દ્રને નગર સુધી છેક કૂશની સરહદ સુધી ઉજ્જડ અને વેરાન કરી નાખીશ.


હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.”


તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે.


પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય.


Lean sinn:

Sanasan


Sanasan