Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:9 - પવિત્ર બાઇબલ C.L.

9 શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્કસ જેવું નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:9
23 Iomraidhean Croise  

શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં.


દાવિદે હદાદએઝેરના આખા સૈન્યને હરાવ્યું છે એ વાત હમાથના રાજા ટોઈના સાંભળવામાં આવી.


તિગ્લાથ પિલેસેરે આહાઝની દાદના પ્રત્યુત્તરમાં પોતાનું સૈન્ય લઈ દમાસ્ક્સ પર ચડાઈ કરીને તેને જીતી લીધું. રાજા રસીનને મારી નાખ્યો અને લોકોને કેદીઓ બનાવી કીર લઈ ગયો.


આશ્શૂરના સમ્રાટે દેશનિકાલ કરેલા ઇઝરાયલીઓને સ્થાને બેબિલોન, કૂથ, ઈવ્વા, હમાથ અને સફાર્વાઈમ નગરોમાંથી લોકોને લાવીને તેમને સમરૂનનાં નગરોમાં વસાવ્યા. એ નગરો કબજે કરીને તેઓ ત્યાં વસ્યા.


હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઈવ્વાના દેવો ક્યાં છે? કોઈ દેવે સમરૂનનો બચાવ કર્યો?


આશ્શૂરના સમ્રાટના હાથમાંથી કોઈના યે દેવે પોતાના લોકોને બચાવ્યા છે? એ દેશોના દેવોએ ક્યારે તેમના દેશને અમારાથી બચાવ્યા?


યોશિયા રાજાએ પ્રભુના મંદિર માટે એ બધું કર્યું. તે પછી ઇજિપ્તનો રાજા નખો સૈન્ય લઈને યુફ્રેટિસ નદીના તટે આવેલા ર્ક્કમીશ પર લડવા આવ્યો. યોશિયાએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો,


તે બડાઈ મારે છે, “શું મારા સૈન્યના બધા અધિકારીઓ રાજાઓ નથી?


દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


એફ્રાઈમમાંથી કિલ્લેબંદીવાળા નગરનો લોપ થશે અને દમાસ્ક્સ પોતાની રાજદ્વારી સત્તા ગુમાવશે. ઇઝરાયલીઓના વૈભવની જેવી બૂરી હાલત થઈ તેવી જ અરામીઓની પણ થશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.”


રાજમાર્ગો સૂમસામ બન્યા છે, રસ્તાઓ પર કોઈ મુસાફરી કરતું નથી. કરારનો ભંગ કરાયો છે, તેના સાક્ષીઓની ઉપેક્ષા કરાઈ છે, અને કોઈનું માન જાળવવામાં આવતું નથી.


હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં ગયા? શું તેમણે સમરૂનને મારા હાથથી બચાવ્યું ખરું?


આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો નાશ કર્યો છે તે તો તે સાંભળ્યું હશે. તો હવે તું એમ માને છે કે તું બચી જઈશ?


હમાથ, આર્પાદ, સફાર્વાઇમ, હેના અને ઇવ્વા નગરોના રાજાઓ કયાં છે?’


તો ન બને તે ન જ બને. કારણ, અરામનું પાટનગર દમાસ્ક્સ છે અને રસીન દમાસ્ક્સનો રાજા છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ એવું વેરવિખેર થઈ જશે કે તેનું પ્રજા તરીકે અસ્તિત્વ નહિ રહે.


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યુફ્રેટિસ નદીને કિનારે આવેલા ર્ક્કમીશ નગર પાસે ઇજિપ્તના રાજા ફેરો નકોના લશ્કરનો યુદ્ધમાં પરાજય કર્યો તે વિશેનો સંદેશ:


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે.


તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે.


ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય.


Lean sinn:

Sanasan


Sanasan