Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:28 - પવિત્ર બાઇબલ C.L.

28 દુશ્મનના લશ્કરે આયાથ નગર પર જીત મેળવી છે. તેઓ મિગ્રોનમાં થઈ પસાર થયા છે. મિખ્માશમાં તેમણે પોતાનો શસ્ત્રસરંજામ રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તારો શત્રુ આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોન થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:28
12 Iomraidhean Croise  

બિન્યામીનના કુળના લોકો ગેબા, મિખ્માશ, આય, બેથેલ તથા નજીકનાં ગામોમાં;


એ પ્રવાહથી નાળાં ઊભરાઈ જશે અને તેમના કાંઠા છલકાઈ જશે. તે યહૂદિયામાં ધસી જઈ ફરી વળશે અને આગળ વધતાં ગળા સુધી પહોંચશે. આખા દેશને આવરી લે તે રીતે તે પોતાની પાંખો પ્રસારશે.” ઈશ્વર અમારી સાથે હો!


સમરૂનને પડેલા ઘા અસાય છે. યહૂદિયા પર પણ એવું જ દુ:ખ પડશે; મારા લોકની વસાહત સુધી, અને છેક યરુશાલેમના દરવાજાઓ સુધી વિનાશ આવી પહોંચ્યો છે.”


હવે યહોશુઆએ કેટલાક માણસોને યરીખોથી બેથેલની પૂર્વ તરફ બેથ-આવેન નજીક આવેલ આય નગરમાં આમ કહીને મોકલ્યા, “જાઓ, જઈને એ પ્રદેશની બાતમી કાઢી લાવો.” તે માણસો આય જઈને બાતમી કાઢી લાવ્યા.


તેઓ ત્યાંથી પાછા વળીને ઊપડયા અને તેમનાં બાળકો, ઢોરઢાંક અને સર્વ સંપત્તિ મોખરે રાખવામાં આવ્યાં હતાં.


શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા.


મિખ્માશ ઘાટ સાચવવા માટે પલિસ્તી સૈનિકોની એક ટુકડી આવી પહોંચી.”


પલિસ્તીઓ એકઠા થઈને ઇઝરાયલીઓ સાથે લડવા આવ્યા. તેમની પાસે યુદ્ધ માટે ત્રીસ હજાર રથો, 6000 ઘોડેસ્વારો અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય સૈનિકો હતા. તેમણે બેથ-આવેનની પૂર્વમાં મિખ્માશમાં છાવણી નાખી.


શાઉલે ગિબ્યાથી થોડે દૂર મિગ્રોનમાં દાડમના વૃક્ષ હેઠળ છાવણી નાખી હતી. તેની સાથે છસો માણસો હતા.


તે દિવસે ઇઝરાયલીઓ મિખ્માશથી માંડીને આયાલોન સુધી પલિસ્તીઓને મારતા ગયા.


એક ખડક મિખ્માશની સામે ઘાટની ઉત્તર તરફ હતો અને બીજો ગિબ્યા સામે ઘાટની દક્ષિણ તરફ હતો.


પુરવઠા અધિકારી પાસે ખોરાક મૂકીને દાવિદ યુદ્ધભૂમિ પર પહોંચી ગયો અને તેના ભાઈઓ પાસે જઈને તેમને અભિવંદન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan