Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:21 - પવિત્ર બાઇબલ C.L.

21 યાકોબના વંશજોમાંથી બાકી રહેલા થોડા લોક પરાક્રમી ઈશ્વર પાસે પાછા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 શેષ, યાકૂબનો શેષ, સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછો આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 બાકી રહેલા યાકૂબના વંશજો સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 બાકી રહેલા યાકૂબના વંશજો મહાબળવાન દેવ પાસે પાછા આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:21
17 Iomraidhean Croise  

દેશનિકાલીમાં આવેલા લોકોમાંથી બાકી રહેલા પૈકી જે કોઈને ત્યાં પાછા ફરવું હોય તેમને તેમના પડોશીઓએ મદદ કરવી. તેમણે તેમને સોનું, રૂપું જરૂરી પુરવઠો અને પ્રાણીઓ તેમ જ યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં ચડાવવા માટે અર્પણો આપવાં.”


પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે.


યહૂદિયાના લોકોમાંથી બચી ગયેલાઓ ફરીથી જમીનમાં ઊંડે મૂળ નાખીને ફળ લાવનાર વૃક્ષની જેમ વૃદ્ધિ પામશે.


પ્રભુ કહે છે, “હે યાકોબનાં સંતાનો, ઇઝરાયલના બચવા પામેલા લોકો, મારું સાંભળો. તમારા ગર્ભધારણના સમયથી મેં તમને ધરી રાખ્યા છે અને તમારો જન્મ થતાં જ તમને ઊંચકી લીધા છે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


“યાકોબના વંશજોમાંથી પાપથી વિમુખ થનારાઓ માટે સિયોનમાંથી ઉદ્ધારર્ક્તા આવશે.” એવું પ્રભુએ પોતે જાહેર કર્યું છે.


પ્રભુએ યશાયાને કહ્યું, “તું તારી સાથે તારા પુત્ર શઆર-યાશૂબ [અર્થાત્ બચેલો શેષ પાછો ફરશે]ને લઈને આહાઝ રાજાને મળવા જા. તે તને ધોબીઘાટને માર્ગે ઉપરના કુંડના નાળાને છેડે મળશે.


સર્વસમર્થ પ્રભુએ શિક્ષા કરી હોવા છતાં ઇઝરાયલીઓ પોતાના પાપથી વિમુખ થઈને પ્રભુ પાસે પાછા આવ્યા નથી.


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.”


હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


ઇઝરાયલના લોકોનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. એ બધું બન્યા છતાં તેઓ તેમના પ્રભુ પરમેશ્વર પાસે પાછા ફર્યા નથી.


તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.”


પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan