Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે માટે સૈન્યોના પ્રભુ યહોવાહ તેના બળવાન યોદ્ધાઓમાં નિર્બળતા મોકલશે; અને તેના મહિમામાં સળગતી અગ્નિના જેવી જ્વાળા પ્રગટાવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:16
25 Iomraidhean Croise  

પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


તેથી ઈશ્વરે તેમની માગણી પ્રમાણે તેમને આપ્યું, પણ તેમના પર ભયાનક રોગચાળો મોકલ્યો.


એવામાં જ ઈશ્વરનો કોપ તેમના પર ભભૂકી ઊઠયો, અને તેમણે સૌથી અલમસ્ત પુરુષોને મારી નાખ્યા અને ઇઝરાયલના સર્વોત્તમ યુવાનોને ઢાળી દીધા.


એક જ દિવસમાં તે કાંટા ઝાંખરા સહિત બધું બાળી નાખશે.


પ્રભુએ કહ્યું, “એ દિવસે ઇઝરાયલના વૈભવનો અંત આવશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે.


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે.


તે માટે હું પ્રભુ આશ્શૂરના રાજાને તેના શસ્ત્રસજ્જિત સૈન્ય સાથે યહૂદિયા પર ચડાઈ કરવા લઈ આવીશ. તેઓ યુફ્રેટિસ નદીના વિશાળ અને ધસમસતા પ્રવાહની જેમ ચડી આવશે.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


કારણ, રણમેદાનમાં ઝઝૂમતા યોદ્ધાઓનાં પગરખાં અને લોહીમાં ખરડાયેલાં તેમનાં વસ્ત્રો અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


તારાં કાર્યોને લીધે હું તને સજા કરીશ. હું તારી મહેલમહેલાતોને આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ સળગી જશે. હું પ્રભુ આ બોલું છું.”


હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો?


હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ.


પ્રભુ પોતાની ઇઝરાયલી પ્રજાને આમ કહે છે: “જો કે આશ્શૂરીઓ સંખ્યાબંધ અને શક્તિશાળી છે, છતાં તેમનો સમૂળગો નાશ કરવામાં આવશે અને તેમનું નામનિશાન નહિ રહે. હે મારી પ્રજા, મેં તને તેઓ દ્વારા દુ:ખ આપ્યું પણ હવેથી હું તને દુ:ખી કરીશ નહિ.


તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે.


તેમણે કહ્યું, “દેશના લોકોને અને યજ્ઞકારોને જણાવ કે આ સિત્તેર વર્ષો સુધી પાંચમા અને સાતમા માસમાં તમે ઉપવાસ સહિત કરેલો શોક મારા માનાર્થે નહોતો.


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan