Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 “તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે. તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઈ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “તમારો દેશ ઉજ્જડ થઇ ગયો છે, તમારાં નગરો આગમાં ભસ્મ થઇ ગયાં છે; તમારી નજર આગળ પરદેશીઓ તમને લૂંટે છે, અને તેઓની નજરે જે પડે છે તેનો નાશ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:7
37 Iomraidhean Croise  

આહાઝ રાજાના અપરાધને લીધે તેના ઈશ્વર પ્રભુએ તેને અરામના રાજાના હાથે હાર પમાડી અને યહૂદિયાના લોકોને મોટી સંખ્યામાં દમાસ્ક્સ યુદ્ધ કેદીઓ તરીકે લઈ જવા દીધા. વળી, પ્રભુએ રમાલ્યાના પુત્ર એટલે ઇઝરાયલના રાજા પેકાના હાથે હરાવ્યો અને એક જ દિવસમાં યહૂદિયાના એક લાખ વીસ હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. યહૂદિયાના લોકોએ પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે એ બધું થવા દીધું.


જ્યારે શત્રુઓના જુલમથી, સંકટોથી અને દુ:ખોથી તેમની વસ્તી ઘટી જાય અને તેઓ પરાજયની નામોશી અનુભવે છે,


તેના લેણદારો તેની સર્વ સંપત્તિ છીનવી લો, અને અજાણ્યાઓ તેના પરિશ્રમનું ફળ લૂંટી લો.


ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”


કારણ, યરુશાલેમ પાયમાલ થવા બેઠું છે! યહૂદિયાની પડતી થઈ છે! તેમનાં વાણી અને કાર્યો પ્રભુની વિરુદ્ધ થયાં છે. તેઓ ખુલ્લેઆમ ઈશ્વરની સામા પડે છે.


અદોમની નદીઓ ડામરમાં અને તેની ધૂળ ગંધકમાં ફેરવાઈ જશે. આખો દેશ બળતા ડામર જેવો થશે.


તને તો ખંડિયેર અને ઉજ્જડ બનાવી દેવામાં આવી હતી અને તારી ભૂમિ વેરાન બની ગઈ હતી. પણ હવે તેમાં વસવા આવનાર તારા લોક માટે તારો વિસ્તાર સાંકડો પડશે. તને પાયમાલ કરનારાઓને તો તારી મધ્યેથી દૂર કરી દેવામાં આવશે.


શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે.


સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


“તારામાં થઈને કોઈ પસાર પણ ન થાય એવી તું તજાયેલી અને ધિક્કારાયેલી હોવા છતાં હું તને કાયમને માટે વૈભવી બનાવીશ અને તું હરહમેશનું રમણીય સ્થળ બની રહેશે.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


લોકોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે અને તેમાં કાંટાઝાંખરાં સળગી જશે. એ આગ ગાઢ જંગલને પણ ભડકે બાળે છે અને તેના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડે છે.


કારણ, રણમેદાનમાં ઝઝૂમતા યોદ્ધાઓનાં પગરખાં અને લોહીમાં ખરડાયેલાં તેમનાં વસ્ત્રો અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.”


હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.”


હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.”


અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે.


તેથી હું તમને પૂર્વના રણપ્રદેશની પ્રજાઓના કબજામાં સોંપી દઈશ. તેઓ તમારા દેશમાં પડાવ નાખશે અને ત્યાં વસશે. તેઓ તમારી ઊપજ ખાઈ જશે અને તમારું દૂધ પી જશે.


હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.”


અને સમજતા નથી કે વિદેશીઓ પર રાખેલો આધાર તેમની શક્તિ લૂંટી લે છે. તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે, પણ તેની તેમને ખબર નથી.


જો તેઓ પવન વાવે તો વંટોળિયો લણશે! ખેતરમાં અનાજ ન પાકે તો ખોરાક ન મળે. છતાં કદાચ અનાજ પાકે તો વિદેશીઓ તે ખાઈ જશે.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


ત્યાર પછી તમે તમારી જે ભૂમિને આરામ આપ્યો ન હતો તે હવે સંપૂર્ણ આરામનાં વર્ષો ભોગવશે. તે વેરાન પડી રહેશે અને સંપૂર્ણ સાબ્બાથ ભોગવશે. કારણ, તમે ત્યારે તમારા દુશ્મનોના દેશમાં દેશનિકાલ થશો.


તમારા દેશનાં શહેરોનો હું નાશ કરીશ અને તમારા કિલ્લાઓને તોડી પાડીશ.


તેથી મેં તમને તમારા પાપને લીધે ઘાયલ કર્યા છે અને તમારી તારાજી આરંભી દીધી છે.


અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે.


“તમારી મધ્યે વસતા પરદેશીઓ વધારે અને વધારે સત્તા ધારણ કરશે, જ્યારે તમે તમારો અધિકાર ગુમાવતા જશો.


પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan