Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:31 - પવિત્ર બાઇબલ C.L.

31 બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે; તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તૃણ જેમ તણખાથી બળી જાય તેમ બળવાન માણસો પણ પોતાના દુષ્કૃત્યોથી બળી જશે. અને કોઇ હોલાવવા નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:31
25 Iomraidhean Croise  

તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું.


તમે વ્યર્થ યોજનાઓ ઘડો છો અને કશું સિદ્ધ કરી શક્તા નથી. મારો શ્વાસ અગ્નિની માફક તમારો નાશ કરશે.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે.


કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.”


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો.


પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.


તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.


સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


સૌથી મહાન પરાક્રમી પુરુષો અને ઇજિપ્તને પક્ષે લડનારાઓ ઇજિપ્તીઓને મૃત્યુલોક શેઓલમાં આવકાર આપતાં કહે છે: પરપ્રજાના જે લોક યુદ્ધમાં માર્યા ગયા છે, તે અહીં આવ્યા છે અને અહીં પડયા છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે.


જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan