Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:24 - પવિત્ર બાઇબલ C.L.

24 એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે: “તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેથી, સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના સૈન્યોનો દેવ, કહે છે! “તમે મારા શત્રુ બન્યા છો. તમારા ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:24
22 Iomraidhean Croise  

પણ યાકોબના સમર્થ ઈશ્વરની સહાયથી અને ઇઝરાયલના ખડક્સમા ઘેટાંપાળકના નામથી યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું, અને તેના હાથ ચપળ કરાયા. તને સહાય કરનાર તો તારા પિતાના ઈશ્વર છે. સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના આકાશની વૃષ્ટિની, પૃથ્વીના પેટાળના પાણીની, ઢોરઢાંકની અને સંતાનની આશિષો આપે છે.


તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની:


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.


ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે.


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


તે પોતાના દુશ્મનોને તેમનાં કાર્ય પ્રમાણે શિક્ષા કરશે. સમુદ્રના છેક છેડાના દેશોના રહેવાસીઓને પણ તે શિક્ષા કરશે.


માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.


પ્રભુની કૃપાદષ્ટિનું વર્ષ અને શત્રુઓનો પ્રતિકાર કરવાનો આપણા ઈશ્વરનો દિવસ જાહેર કરવા માટે, સર્વ શોક કરનારાઓને આશ્વાસન આપવા માટે,


કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો.


પણ તેમનો બચાવ કરનાર બળવાન છે; તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તે જાતે જ તેમનો પક્ષ લેશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. પણ બેબિલોનના રહેવાસીઓમાં તો અંધાધૂંધી ફેલાવાશે.


આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.”


ત્યારે જ તારી પરનો મારો રોષ સમી જશે અને મારો આવેશ ઊતરી જશે; પછી મને શાંતિ વળશે, અને હું ફરી ક્રોધે ભરાઇશ નહિ.


હું પણ હાથ પછાડીશ ને મારો ક્રોધ શમાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


મને આધીન ન થનાર બધી પ્રજાઓ પર હું મારા ક્રોધમાં વૈર વાળીશ.


જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.”


“હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.”


ત્યાં હવે તે પોતાના શત્રુઓને ઈશ્વર તેમના પગ મૂકવાનું આસન બનાવે તેની રાહ જુએ છે.


એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”


Lean sinn:

Sanasan


Sanasan