Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.” આ યહોવાના મુખનાં વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:20
24 Iomraidhean Croise  

પણ જો તેઓ ઈશ્વરનું ન સાંભળે તો તેઓ નાશને આરે આવી પડશે, અને જ્ઞાનના અભાવે મૃત્યુને ભેટશે.


જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે અને તેમને હજી પણ રોકી રાખશે,


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


તમારા પુરુષો તલવારની ધારે માર્યા જશે, અને તમારા યોદ્ધાઓ યુદ્ધમાં ખપી જશે.


પ્રભુના પુસ્તકમાં શોધ કરીને વાંચો: ત્યાં આ પ્રાણીઓમાંથી એકેય ખૂટતું નહિ હોય અને એમાંનું એકેય પોતાના સાથી વગરનું નહિ હોય. કારણ, પ્રભુએ એવી આજ્ઞા કરી છે. તે પોતાના સામર્થ્યથી તેમને એકઠાં કરશે.


પછી પ્રભુનું ગૌરવ પ્રગટ થશે, અને સમસ્ત માનવજાત તે જોશે. કારણ, એ પ્રભુના મુખની વાણી છે.”


તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”


તમે તલવારના ભોગ થઈ પડો એવું મેં નિર્માણ કર્યું છે. કારણ, મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને જવાબ આપ્યો નહિ; હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ. તમે મારી દષ્ટિમાં ભૂંડા ગણાતાં કાર્યો કર્યાં અને હું નારાજ થાઉં એવી બાબતો પસંદ કરી.


તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.


પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.”


પછી પ્રભુએ લોકોને આ પ્રમાણે જણાવવા કહ્યું કે, “પ્રભુ આ પ્રમાણે કહે છે: સાંભળો, હું તમને જીવનદાયક માર્ગ અને મરણસાધક માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.


તેમને કહે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તમે મારું સાંભળશો નહિ, અને તમારી સમક્ષ રજૂ કરેલા મારા નિયમશાસ્ત્રને અનુસરશો નહિ,


જેમ રખેવાળ ખેતરની ચોતરફ ફરી વળે તેમ તેઓ તને ઘેરો ઘાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. હું પ્રભુ પોતે એ બોલું છું.


ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,


પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે.


પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”


ઇઝરાયલના ગૌરવવાન ઈશ્વર જૂઠું બોલતા નથી કે નથી પોતાનું મન બદલતા, તે માણસ નથી કે પોતાનું મન બદલે.”


Lean sinn:

Sanasan


Sanasan