Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:19
22 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.


ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે.


તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”


તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો;


પછી પ્રભુએ લોકોને આ પ્રમાણે જણાવવા કહ્યું કે, “પ્રભુ આ પ્રમાણે કહે છે: સાંભળો, હું તમને જીવનદાયક માર્ગ અને મરણસાધક માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.


સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે: તમારાં સમગ્ર અનુસરણ અને આચરણમાં સુધારો કરો તો હું આ સ્થળે તમને વસવા દઈશ.


જો તમે તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને એકબીજા સાથે પ્રામાણિકપણે વર્તો,


તો જ હું આ સ્થળે એટલે, જે દેશ મેં તમારા પૂર્વજોને કાયમી વારસા તરીકે આપ્યો હતો તેમાં તમને વસવા દઈશ.


હવે તમારી પાસે ધરાઇને ખાવા માટે પુષ્કળ ખોરાક છે. તમારે માટે અદ્‍ભુત કાર્યો કરનાર તમારા ઈશ્વર પ્રભુની તમે સ્તુતિ કરશો. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ.


જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો.


“જો તમે મારા નિયમો પ્રમાણે ચાલો અને મારી આજ્ઞાઓ પાળો,


એટલું બધું અનાજ પાકશે કે કાપણી દ્રાક્ષ ઉતારવાના સમય સુધી ચાલશે અને વાવણીના સમય લગી દ્રાક્ષ ઉતારવાનું કામ ચાલશે. તમે ધરાઈને ખાશો અને દેશમાં સહીસલામત રહેશો.


ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા.


“જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને ખંતથી આધીન થશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને પૃથ્વી પરની બધી પ્રજાઓમાં સર્વોચ્ચ સ્થાને સ્થાપશે.


તે સંપૂર્ણ બન્યા, ત્યારે તેમને આજ્ઞાંક્તિ બનનાર બધાને માટે તે સાર્વકાલિક ઉદ્ધારનું ઉદ્ગમસ્થાન બની ગયા.


Lean sinn:

Sanasan


Sanasan