Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 બીજાં વ્યર્થ ખાદ્યાર્પણ લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાઘે છે; ચંદ્રદર્શન તથા સાબ્બાથ [તથા] સભા ભેગી કરવી, -અન્યાય સાથેનો ધર્મમેળો હું સહન કરી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “તમારા નકામા ખાદ્યાર્પણો લાવશો નહિ, ધૂપ તો મને તિરસ્કારરૂપ લાગે છે; ચંદ્રદર્શન, સાબ્બાથ દિવસો અને ધર્મમેળો એમાં કેવળ પાપીઓ જ ભેગા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:13
25 Iomraidhean Croise  

તેના પતિએ પૂછયું, “તેમની પાસે આજે જવાની શી જરૂર છે. આજે તો ચાંદ્રમાસના પ્રથમ દિવસનું પર્વ કે સાબ્બાથ પણ નથી.” તેણે કહ્યું, “કંઈ વાંધો નહિ.”


તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા!


પ્રથમ તથા સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસભા માટે એકત્ર થવું. આ દિવસો દરમ્યાન તમારે રસોઈ બનાવવા સિવાય અન્ય કંઈ કામ કરવું નહિ.


દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે.


“મારે ઘેર સંગતબલિનો મારો હિસ્સો પડયો છે; કારણ, આજે જ મેં મારી માનતાઓ પૂરી કરી છે.


પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.”


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


જ્યાં અમે તેમનું ભજન કરતા હતા તે મંદિરના તેમણે ભુકા બોલાવી દીધા છે. તે પવિત્ર દિવસો અને સાબ્બાથોનો અંત લાવ્યા છે. પોતાના ક્રોધાવેશમાં તેમણે રાજા અને યજ્ઞકારોનો તિરસ્કાર કર્યો છે.


પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલીઓ, જાઓ તમે સૌ તમારી મૂર્તિઓની પૂજામાં મંડયા રહો. પણ પાછળથી તમે મારું નહિ સાંભળો તો હું જોઇ લઇશ. તમારી મૂર્તિઓને તમારાં અર્પણો ચડાવવા દઇને હું તમને મારા પવિત્ર નામને કલંક લગાડવા નહિ દઉં.


હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ.


ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો!


સિયોન પર્વત પર રણશિંગડું વગાડો; ઉપવાસનો આદેશ આપો અને સભા બોલાવો.


અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ.


“તું ચાંદીમાંથી ઘડીને બે રણશિંગડાં બનાવ. લોકોને એકત્ર કરવા અને પડાવ ઉપાડવાના કામ માટે તેમનો ઉપયોગ કર.


તેઓ નિરર્થક મારી ભક્તિ કરે છે. કારણ, તેઓ માણસોએ ઘડેલા રિવાજો જાણે ઈશ્વરના નિયમો હોય તેમ શીખવે છે.’


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


હવે પછી જે સૂચનાઓ હું આપવાનો છું તેમાં હું તમારી પ્રશંસા કરી શક્તો નથી. કારણ, તમારી સંગતસભાઓ ઉન્‍નતિ કરવાને બદલે વધુ નુક્સાન કરે છે.


ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે.


અલબત્ત, કેટલાક ઈર્ષા અને ચડસાચડસીથી ખ્રિસ્તનો પ્રચાર કરે છે, પણ કેટલાક સદ્ભાવનાથી પ્રેરાઈને કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan