Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હે યરુશાલેમ, તારા રાજર્ક્તાઓ અને તારા લોકો સદોમ અને ગમોરા જેવા છે. તમે પ્રભુની વાત સાંભળો. ઈશ્વરના નિયમ પ્રત્યે લક્ષ આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:10
21 Iomraidhean Croise  

સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા.


તેથી આ લોક પર યરુશાલેમમાં રાજ કરનાર ગર્વિષ્ઠો, આગેવાનો, તમે પ્રભુનો સંદેશ સાંભળો.


તેમના ચહેરા પરનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેઓ પોતાનું પાપ સંતાડતા નથી, પણ સદોમની માફક તેનું પ્રદર્શન કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેમણે જાતે જ આપત્તિ વહોરી લીધી છે.


આ લોકો તો બંડખોર, જૂઠાબોલા અને પ્રભુની શિખામણની ઉપેક્ષા કરનારા છે.


એ વહાણોનાં દોરડાં એવાં તો ઢીલાં થઈ જશે કે તેઓ ડોલક્ઠીને જકડી રાખી શકશે નહિ અને સઢ પ્રસારી શકશે નહિ. (પ્રભુ આપણા ન્યાયાધીશ અને નિયમદાતા છે; તે આપણા રાજા અને ઉદ્ધારક છે.) તેથી આપણે લૂંટ વહેંચી લઈશું. લૂંટ એટલી અઢળક હશે કે લંગડાને પણ તેનો ભાગ મળશે.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


“હે મનુષ્યપુત્ર, પોતાના મનની કલ્પના પ્રમાણે સંદેશ આપતા ઇઝરાયલના સંદેશવાહકો વિરુદ્ધ તું સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે તમે પ્રભુનો સંદેશ સાંભળો.


એ માટે, હે વેશ્યા, પ્રભુ પરમેશ્વરની વાણી સંભાળ;


તારી ઉત્તર તરફ પોતાની પુત્રીઓ સાથે રહેનારી સમરૂન તારી મોટી બહેન છે. સદોમ તારી નાની બહેન છે.


તારી બહેન સદોમનો અપરાધ આ હતો: તે અને તેની પુત્રીઓ અતિશય ખાનપાન અને સુખચેનને લીધે સાવ ઉદ્ધત અને બેફિકર બની ગઇ હતી. તેઓ ગરીબો અને પીડિતોને મદદ કરતી નહોતી.


હે ઇઝરાયલના લોકો, તમારી આખી પ્રજાને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ તરફથી તમારી વિરુદ્ધનો સંદેશો સાંભળો.


સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે?


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલના લોકો, જેટલો તમારો તેટલો જ હું કુશના લોકોનો ખ્યાલ રાખું છું. જેમ મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે તેમ મેં પલિસ્તીઓને પણ ક્રીતમાંથી અને અરામીઓને કીરમાંથી મુક્ત કર્યા છે.


હે યાકોબના આગેવાનો, ઇઝરાયલના શાસકો, સાંભળો; અદલ ન્યાય આપવો એ શું તમારી ફરજ નથી?


યશાયાએ પહેલાં કહ્યું હતું: “જો સર્વસમર્થ પ્રભુએ આપણી જાતિના થોડાક માણસો પણ રહેવા દીધા ન હોત, તો આપણી હાલત સદોમ અને ગમોરા નગરોના જેવી હોત.”


કડવી અને ઝેરી દ્રાક્ષ નીપજાવનાર દ્રાક્ષવેલાની જેમ તેમના શત્રુઓ સદોમ અને ગમોરાના લોકોના જેવા દુષ્ટ છે.


તેમનાં શબ મહાનગરની ગલીઓમાં રઝળશે, એ મહાનગરમાં પ્રભુ ક્રૂસે જડાયા હતા. તેનું સાંકેતિક નામ ‘સદોમ’ અથવા ‘ઇજિપ્ત’ છે.


Lean sinn:

Sanasan


Sanasan