Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આમોસના પુત્ર યશાયાએ યહૂદામાં ઉઝિઝયા, યોથામ, આહાઝ અને હિઝિક્યા રાજાઓના અમલ દરમ્યાન સંદર્શનો જોયાં. તે સંદર્શનોમાંથી તેને સંદેશા મળ્યા. આ સંદેશાઓમાં યહોવાએ યરૂશાલેમ અને યહૂદામાં આવનાર દિવસોમાં શું બનવાનું હતું તે તેને બતાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:1
38 Iomraidhean Croise  

ઇઝરાયલના રાજા યરોબામ બીજાના અમલના સત્તાવીસમા વર્ષમાં અમાસ્યાનો પુત્ર ઉઝિયા યહૂદિયાનો રાજા બન્યો;


યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં યાબેશનો પુત્ર શાલ્લૂમ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું.


રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના બીજા વર્ષમાં, ઉઝિયાનો પુત્ર યોથામ યહૂદિયાનો રાજા બન્યો.


ઉઝિયા મરણ પામ્યો, અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.


ઇઝરાયલનો રાજા એટલે એલાના પુત્ર હોશિયાના અમલના ત્રીજા વર્ષમાં આહાઝનો પુત્ર હિઝકિયા યહૂદિયાનો રાજા બન્યો.


તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં.


યહૂદિયાના સર્વ લોકોએ અમાસ્યાના સોળ વર્ષની વયના પુત્ર ઉઝિયાને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો.


ઉઝિયા રાજાએ તેના અમલ દરમ્યાન બાકીનાં જે જે કાર્યો કર્યાં તે આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ નોંયાં છે.


યોથામ પચીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતા યરૂશા સાદોકની પુત્રી હતી.


આહાઝ વીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસર્યો નહિ; એથી ઊલટું, તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું,


તેઓ લોકોને ખાવા માટે છસો આખલા અને ત્રણ હજાર ઘેટા પણ બલિદાન અર્થે લાવ્યા.


એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે.


આમોઝના પુત્ર યશાયાને ઈશ્વરે બેબિલોન વિષે પ્રગટ કરેલો સંદેશો:


ઈશ્વરે આમોઝના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી પ્રગટ કરેલો સંદેશો:


ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો.


મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.


તેણે રાજમહેલના કારભારી એલ્યાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રગણ્ય યજ્ઞકારોને આમોઝના પુત્ર યશાયા સંદેશવાહક પાસે મોકલ્યા. તેમણે સૌએ શણિયાં પહેર્યાં હતાં.


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.”


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું.


ઉઝિયાના પુત્ર યોથામનો પુત્ર આહાઝ યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના પુત્ર પેકાએ યરુશાલેમ પર આક્રમણ કર્યું, પણ તેઓ તેને જીતી શક્યા નહિ.


સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.


ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે.


યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો.


આભાર માનવા માટે ખમીરવાળી રોટલીનું અર્પણ કરો અને તમારાં સ્વૈચ્છિક અર્પણોની મોટી મોટી જાહેરાત કરો!” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલના લોકો, તમને એવી બડાશ હાંકવાનું ગમે છે.”


યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના અમલ દરમ્યાન પ્રભુએ આ સંદેશ મોરેશેથ નગરના મિખાને જણાવ્યો હતો. સમરૂન અને યરુશાલેમ વિષેના દર્શનમાં પ્રભુએ તેને આ બાબતો પ્રગટ કરી હતી.


આ નિનવે વિષેનો સંદેશો છે. એમાં એલ્કોશ નગરના નાહૂમને થયેલ સંદર્શનનું વર્ણન છે.


પ્રભુએ મને આ પ્રમાણે જવાબ આપ્યો, “હું તને જે પ્રગટ કરું તે પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે દોડનાર પણ સહેલાઈથી વાંચી શકે.


પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.


“જે ઈશ્વરનાં વચનો સાંભળે છે, જેને સર્વોચ્ચ ઈશ્વરનું જ્ઞાન લાયું છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે, તેની આ વાણી છે.


જે ઈશ્વરનાં વચન સાંભળે છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે તેની આ વાણી છે:


તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ.


જે સંદર્શન જોયું તેના અર્થ વિષે પિતર વિચારતો હતો. એવામાં કર્નેલ્યસના માણસોને સિમોનનું ઘર મળી ગયું, અને તેઓ દરવાજે ઊભા હતા.


“તેથી હે આગ્રીપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં.


જો કે બડાઈ કરવાથી કંઈ ફાયદો નથી, છતાં હું ગર્વ કરીશ. પ્રભુએ મને જે સંદર્શનો અને પ્રક્ટીકરણો આપ્યાં છે તે વિષે હું જણાવીશ.


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan