Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 9:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેથી ઓ પ્રભુ, આ લોકો માટે કેવી પ્રાર્થના કરું? એ જ કે તેમની સ્ત્રીઓને ગર્ભપાત થાય અને તેમનાં સ્તનોનું દૂધ સુકાઈ જાય!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હે યહોવા, તેઓને આપો; તમે શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા સૂકાં સ્તન તેઓને આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હે યહોવાહ, તેઓને આપો. તમે તેઓને શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરનાં સ્તન તેઓને આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હે યહોવા, તેમની મદદ કરો. પણ તમે તેમને શું આપશો? બાળ ગુમાવે એવું ઉદર અને દૂધ વગરના સ્તન તેમને આપો.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 9:14
11 Iomraidhean Croise  

તેમના આખલા પ્રત્યેક સંવનનમાં સફળ રહે છે; તેમની ગાયો બચ્ચાં જણે છે અને કોઈ ગર્ભપાત થતો નથી.


તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ.


એફ્રાઈમની મહત્તા પક્ષીની જેમ ઊડી જશે. તેમને ન તો બાળકોનો જન્મ થશે, ન તો સ્ત્રીઓ ગર્ભવતી થશે કે ન તો ગર્ભાધાન થશે.


હે પ્રભુ, એફ્રાઈનાં સંતાન શિકાર થવાં નિર્માયાં છે. અને હું તેમને માર્યાં જતાં જોઉં છું.


એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.”


ગર્ભવતી અને ધાવણાં બાળકોની માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે!


ગર્ભવતી સ્ત્રીઓ અને જેમને ધાવણાં બાળકો હોય તેવી માતાઓની એ દિવસોમાં કેવી દુર્દશા થશે!


એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધાવણાં બાળકોવાળી માતાઓની કેવી કપરી દશા થશે! આ દેશ પર ઘોર યાતના અને આ લોક પર ઈશ્વરનો કોપ આવી પડશે.


કારણ, એવા દિવસો આવશે જ્યારે લોકો કહેશે, ‘જેમને કદી છોકરાં થયાં નથી, જેમણે કદી બાળકોને જન્મ આપ્યો નથી અને જેમણે તેમને સ્તનપાન કરાવ્યું નથી તેમને ધન્ય છે!’


હાલની નાજુક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દરેક માણસે પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું.


“તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.


Lean sinn:

Sanasan


Sanasan