Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે પ્રભુ, એફ્રાઈનાં સંતાન શિકાર થવાં નિર્માયાં છે. અને હું તેમને માર્યાં જતાં જોઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મેં તૂરને જોયું છે તેવી જ રીતે એફ્રાઈમ મનોરંજક જગામાં રોપાયેલો છે; પણ એફ્રાઈમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે, પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જ્યારે મેં પહેલીવાર જોયું ત્યારે એફ્રાઇમ એક ફળદ્રુપ ધરતી પર રોપેલા તાડના વૃક્ષ જેવું લાગતું હતું, પણ હવે એફ્રાઇમ તેના સંતાનોને યુદ્ધમાં મરવા માટે મોકલવા બહાર લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 9:13
13 Iomraidhean Croise  

મનાહેમ તિર્સાથી આવી રહ્યો હતો ત્યારે તેણે માર્ગમાં આવતા તિફસા નગરમાં લૂંટ ચલાવી અને તેના રહેવાસીઓ તથા આસપાસના પ્રદેશના રહેવાસીઓનો સંહાર કર્યો, કારણ, તે નગરે તેની શરણાગતિ સ્વીકારી નહોતી. ત્યાં તેણે સગર્ભા સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં.


દુર્જનોની સંતતિ વધે તો પણ તે તલવારથી માર્યા જશે, અને તેમનાં સંતાનોને પેટભર ભોજન પણ મળશે નહિ.


અને જેમ મેં તમારા જાતભાઈઓ એફ્રાઈમના વંશજો, અરે, ઇઝરાયલના બધા લોકોને હાંકી કાઢયા એમ હું તમને મારી નજર સામેથી હાંકી કાઢીશ. હું પ્રભુ પોતે એ બોલું છું.”


મોત આપણી બારીઓમાંથી આવી ચઢયું છે. તેણે આપણા કિલ્લાઓમાં પ્રવેશ કર્યો છે અને તેણે શેરીઓમાં બાળકોને અને ચોકમાં યુવાનોનો સંહાર કર્યો છે.


મારી સામે ઉગ્ર જંગ ખેલવાને તમે મારા શત્રુઓને મારી આસપાસ પર્વની ભીડની જેમ એકઠા કર્યા છે અને તમારા કોપને દિવસે કોઈ છટકી શક્તો નથી. જેમને મેં ઉછેર્યાં એવાં મારાં પ્રિય બાળકોનો તેમણે સંહાર કર્યો છે.


તૂર તો મોખરાનું બંદર છે અને સમુદ્રકિનારાની પ્રજાઓ સાથે વેપાર કરે છે. તેને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હે તૂર, તેં તારા સંપૂર્ણ સૌંદર્ય વિષે બડાઈ હાંકી છે.


તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે.


ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.”


પોતાનાં બચ્ચાં ગુમાવ્યાં હોય તેવી રીંછડીની જેમ હું તમારા પર હુમલો કરીશ અને તમારી છાતી ચીરી નાખીશ. સિંહણની જેમ હું તમારો સ્થળ પર જ ભક્ષ કરીશ, અને જંગલી પશુની માફક હું તમારા ટુકડેટુકડા કરીશ.


હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે.


એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.”


તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.”


Lean sinn:

Sanasan


Sanasan