Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની જેમ તેઓ આશૂરની પાસે ગયા છે. એફ્રાઈમે પૈસા ઠરાવીને પ્રીતમો રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા, તેઓ આશ્શૂરની પાસે દોડી ગયા. એફ્રાઇમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે એકલા રખડતાં જંગલી ગધેડા જેવો છે. મદદ માટે તે આશ્શૂર પાસે દોડી ગયો છે. તેઓ ભેટસોગાદ અને પૈસા આપીને બીજી પ્રજાઓનો સાથ મેળવે છે;

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:9
13 Iomraidhean Croise  

આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે.


મને પૂછયા સિવાય તેઓ સંરક્ષણ માટે ઇજિપ્તના રાજા ફેરો પાસે અને આશરો લેવા ઇજિપ્તની છાયામાં દોડયા જાય છે.


ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે.


અને તું વેરાનપ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે; તે કામાતુર થઈને વાયુ ચૂસીને છીંકારા મારે છે; તે વિમળ હોય ત્યારે તેને કોણ રોકી શકે? અલબત્ત, ગધેડાઓએ તેને શોધવાની તસ્દી લેવી પડતી નથી; તેની સંવનન ઋતુમાં તે તેમને સહેલાઈથી મળી આવે છે.


એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે.


પ્રભુને યહૂદિયાના લોકો વિરુદ્ધ આરોપ છે અને ઇઝરાયલના લોકોની વર્તણૂક માટે તે તેમને સજા કરવાના છે.


અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ.


“જ્યારે એફ્રાઈમને પોતાની બીમારીની ખબર પડી અને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઈમ મદદ માટે આશ્શૂરના સમ્રાટ પાસે ગયો; પણ તે તેમને સાજા કરી શકયો નહિ કે ન તો તેમના જખમ રૂઝવી શકયો.


ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે!


Lean sinn:

Sanasan


Sanasan