Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ઇઝરાયલ ગરક થઈ ગયો છે. હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઇઝરાયલ ગરક થઈ ગયું છે. વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “ઇસ્રાએલ હડપ થઇ ગયું છે. વિદેશીઓમાં આજે તેની કિંમત ફૂટેલાં વાસણ જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:8
19 Iomraidhean Croise  

આશ્શૂરનો સમ્રાટ ઇઝરાયલીઓને આશ્શૂરમાં કેદ કરી લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબોર નદી પાસેના ગોઝાન જિલ્લામાં અને કેટલાકને માદીઓનાં નગરોમાં વસાવ્યા.


માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે.


મેં કહ્યું, “આ માણસ કોન્યા, માટીનું નકામું અને ભાંગેલું પાત્ર છે! તે અણગમતા પાત્ર જેવો છે! તો પછી તેને ફંગોળીને અજાણ્યા દેશમાં કેમ ફેંકી દેવામાં આવે છે?


ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.


મોઆબની બધી અગાસીઓ પર અને શેરીઓના ચોકમાં માત્ર રુદન સંભળાય છે; કારણ, નકામા પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યું છે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી.


તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.”


પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે.


પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે.


સિયોનના યુવાનો સોના જેવા કીમતી હતા; પણ હવે કુંભારે બનાવેલાં માટીનાં પાત્રો જેવાં સામાન્ય બની ગયા છે.


અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે.


એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ પ્રગટ કરવા તથા પોતાનું સામર્થ્ય બતાવવા માગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા, અને નાશને માટે તૈયાર થઈ ચૂક્યા હતા, તેમના ઉપર કોપ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી.


“તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે.


“પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો.


Lean sinn:

Sanasan


Sanasan