ઇઝરાયલને મૂર્તિપૂજાના દુરાચારમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામ રાજાએ બેથેલમાં બાંધેલી વેદી અને પૂજા માટે બંધાવેલનું તેનું ઉચ્ચસ્થાન યોશિયાએ તોડી પાડયાં. યોશિયાએ તેની વેદીનું ખંડન કર્યું, પૂજાના ઉચ્ચસ્થાનના પથ્થરોના ટુકડેટુકડા કરી નાખ્યા અને તેમને ધૂળમાં ભેળવી દીધા. તેણે અશેરાની મૂર્તિને પણ બાળી નાખી.
ઈઝરાયલના રાજાઓએ સમરૂનના પ્રત્યેક નગરમાં પૂજાનાં ઉચ્ચસ્થાન બંધાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા. યોશિયા રાજાએ એ બધાં તોડી પાડયાં. તેણે એ વેદીઓના સંબંધમાં પણ બેથેલની વેદી જેવું જ કર્યું.
હવે તમે પ્રભુના રાજ્ય સામે એટલે તેમણે દાવિદના વંશજોને આપેલી રાજસત્તા સામે લડવા માગો છો? તમારી પાસે મોટું સૈન્ય છે અને યરોબામે તમારા દેવ થવા બનાવેલ સોનાના વાછરડા લાવ્યા છો.
પર્વની ઉજવણી પૂરી થઈ એટલે ઇઝરાયલી લોકો યહૂદિયાના સર્વ નગરોમાં ગયા. ત્યાં તેમણે પથ્થરના સ્તંભો તોડી પાડયા, અશેરાહ દેવીની પ્રતિમાઓ કાપી નાખી અને વેદીઓ તેમજ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો. યહૂદિયાના બાકીના પ્રદેશમાં અને બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળપ્રદેશોમાં પણ તેમણે એમ જ કર્યું. પછી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા.
“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.
છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!”
તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે.
મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે?
“આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.
આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે.