Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 રણશિંગડું તારા મુખમાં મૂક, યહોવાના લોકોની સામે ગરૂડની જેમ તે આવે છે; કેમ કે તેઓએ મારો કરાર તોડ્યો છે, ને મારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “રણશિંગડું તારા મુખમાં મૂક. તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે. કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે: “રણશિંગડું મોઢે માંડો! શત્રુઓ આવી રહ્યા છે, તેઓ ગરૂડની જેમ યહોવાના લોકો ઉપર ઘસી આવે છે, કારણકે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમો વિરૂદ્ધ બંડ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:1
34 Iomraidhean Croise  

તેણે જવાબ આપ્યો, “શું તમે એમ માનો છો કે સમ્રાટે મને માત્ર તમને કે રાજાને જ આ બધું કહેવા મોકલ્યો છે? ના, હું તો કોટ પર બેઠેલા લોકોને ઉદ્દેશીને બોલું છું અને તમારી જેમ તેમણે પણ પોતાના મળમૂત્ર ખાવાપીવાં પડશે.”


હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો!


લોકોએ ઈશ્વરના નિયમનો ભંગ કરીને, તેમના વિધિઓનો અનાદર કરીને અને તેમના કાયમી કરાર વિરુદ્ધ બંડ કરીને પૃથ્વીને ભ્રષ્ટ કરી છે.


પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.


હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો.


યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, રાજમહેલના અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદાર વર્ગના સર્વ લોકોએ વાછરડાને કાપીને તેના બે ભાગ વચ્ચેથી પસાર થઈને મારી સાથે કરાર કર્યો હતો, પણ તેમણે મારો કરાર ઉથાપ્યો છે અને મારી સંમુખ કરેલા કરારની શરતોનું પાલન કર્યું નથી. તેથી હું પણ તેમની દશા કાપેલા વાછરડા જેવી કરીશ.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેમ ગરુડ પોતાની પાંખો ફેલાવીને તરાપ મારે છે તેમ મોઆબ પર એક પ્રજા તૂટી પડશે.


જેમ ગરુડ પાંખો પ્રસારીને તરાપ મારે છે તેમ શત્રુ બોા પર ઓચિંતો તૂટી પડશે. તે સમયે પ્રસૂતાની જેમ અદોમના સૈનિકોની હિંમત ઓસરી જશે.”


આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્‍ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો.


ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.


તેથી હે મનુષ્યપુત્ર, તું તેમની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તારી સાથે તારાં કૃત્યોને છાજે એવો વ્યવહાર રાખીશ. કારણ, તેં કરાર તોડયો છે અને તેં તારી પ્રતિજ્ઞાઓનો અનાદર કર્યો છે.


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: વિશાળ પાંખો, લાંબા પગ અને રંગબેરંગી ભરાવદાર પીંછાવાળો એક મોટો ગરુડ લબાનોનમાં આવ્યો. તેણે ગંધતરુની ટોચની ડાળખી તોડી લીધી.


રણશિંગડું ફૂંક્ય છે, સૌને સાબદા કરવામાં આવે છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કારણ, મારો કોપ સમસ્ત સમુદાય પર એક્સરખો ઊતરવાનો છે.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


ગિબ્યામાં રણશિંગડું વગાડો! રામામાં તુરાઈ વગાડો! બેથ-આવેનમાં યુદ્ધનાદ ગજાવો! બિન્યામીનના પુરુષો, યુદ્ધમાં જોડાઈ જાઓ!


“પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે.


પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


સિયોન પર્વત પર, ઈશ્વરના પવિત્ર પર્વત પર, રણશિંગડું વગાડો; ચેતવણીનું બ્યુગલ વગાડો. હે યહૂદિયાના લોકો, કાંપો, કારણ, પ્રભુનો દિવસ જલદી આવી રહ્યો છે.


સિયોન પર્વત પર રણશિંગડું વગાડો; ઉપવાસનો આદેશ આપો અને સભા બોલાવો.


શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?


તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.”


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.


તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.


કિલ્લેબંધીવાળાં નગરો અને ઊંચા બુરજો પર આક્રમણ કરતા સૈનિકોના લલકાર અને લડાઈનાં ભયસૂચક રણશિંગડાંના નાદનો એ દિવસ હશે.


હે લબાનોન, તારાં દ્વાર ખોલ કે અગ્નિ તારાં ગંધતરુઓને બાળીને ભસ્મીભૂત કરી દે!


પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે.


જ્યાં મડદું હોય ત્યાં જ ગીધડાં ભેગાં થવાનાં.


પણ જ્યારે છેલ્લું રણશિંગડું વાગશે ત્યારે એક જ ક્ષણમાં, આંખના પલકારામાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે.


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


Lean sinn:

Sanasan


Sanasan