Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 7:15 - પવિત્ર બાઇબલ C.L.

15 જો કે મેં તેમની ઉન્‍નતિ કરી અને તેમને બળવાન બનાવ્યા તો પણ તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મેં તેઓના હાથોને કેળવીને મજબૂત કર્યા છે, તોપણ તેઓ મારી વિરુદ્ધ નુકસાનની યોજના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે, છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેમને સજા કરનાર અને બળવાન બનાવનાર હું છું, પણ તેઓ મને ઇજા કરવા યોજના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 7:15
18 Iomraidhean Croise  

પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ.


પ્રભુએ ઇઝરાયલમાં એક આગેવાન ઊભો કર્યો જેણે તેમને અરામીઓના હાથમાંથી છોડાવ્યા, અને એમ ઇઝરાયલીઓ અગાઉની જેમ પોતપોતાના તંબૂમાં શાંતિથી રહેવા લાગ્યા.


ઈશ્વર જેને શિસ્તમાં રાખે તેને ધન્ય છે. તેથી સર્વસમર્થની શિક્ષાની ઉપેક્ષા ન કર.


કારણ, તેઓ તેમના હૃદયમાં ભુંડું કરવાનું જ વિચારે છે; વળી, તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.


રાષ્ટ્રો બળવાનું આયોજન કેમ કરે છે? પ્રજાઓ વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે?


નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?


હે યાહ, જેને તમે શિસ્તમાં રાખો છો, અને જેને તમારું નિયમશાસ્ત્ર શીખવો છો, તેને ધન્ય છે.


મારા પુત્ર, પ્રભુએ ફરમાવેલી શિસ્તનો અનાદર કરીશ નહિ, અને તે તને સુધારવા ચાહે તો માઠું લગાડીશ નહિ.


માનવી હૃદય સૌથી કપટી અને અતિશય ભ્રષ્ટ છે. તેને કોણ પારખી શકે?


“હે ઇઝરાયલના લોકો, હું તમારો વિનાશ કરીશ ત્યારે તમારી મદદ કરનાર કોણ હશે?


તમે પ્રભુની વિરુદ્ધ તરકટ રચો છો? તે તમારો નાશ કરી નાખશે. કોઈ તેમનો એકથી વધુ વખત વિરોધ કરી શકતું નથી.


અમારા પૂર્વજ અને તમારા સેવક દાવિદ દ્વારા પવિત્ર આત્માથી તમે કહ્યું હતું, ‘પ્રજાઓ ક્રોધે કેમ ભરાઈ છે; લોકો વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે!


તેઓ ઈશ્વર વિષે જાણે છે પણ તેમનું ઈશ્વર તરીકે સન્માન કરતા નથી કે તેમનો આભાર માનતા નથી. તેઓ વ્યર્થ કલ્પનાઓ કરે છે અને તેમનાં સમજ વિહોણાં મન અંધકારમય થાય છે.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો!


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan