Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે જ્યારે હું ઇઝરાયલી પ્રજાને સાજા કરવા ઇચ્છતો ત્યારે ત્યારે મેં એફાઈમની દુષ્ટતા અને સમરૂનનાં ભૂંડાં કામો જ જોયાં છે. તેઓ એકબીજાને દગો દે છે, તેઓ ઘરમાં ધૂસી જઈને ચોરી કરે છે, તેઓ લોકોને શેરીઓમાં લૂંટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય, તથા સમરુનની દુષ્ટતા જાહેર થઈ; કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે. ચોર અંદર પેસે છે, ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઇમનાં પાપ, સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં. કેમ કે તેઓ દગો કરે છે, ચોર અંદર ઘૂસીને, શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો, ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા, કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 7:1
30 Iomraidhean Croise  

એફ્રાઈમના ગૌરવી મુગટરૂપ છાકટા નેતાઓની કેવી દુર્દશા થશે! દારૂ પીને ચકચૂર બનેલા લોકની ભવ્ય શોભા સમી રસાળ ખીણને મથાળે આવેલા ફૂલરૂપી સમરૂન નગરનીય કેવી દુર્દશા થશે!


કારણ એ છે કે હે પ્રભુ, તમારી દષ્ટિમાં અમારા અપરાધો અતિશય થયા છે. અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમારા અપરાધો અમારી સાથે છે અને અમે અમારાં અન્યાયી કામો જાણીએ છીએ.


અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે, તમારો નકાર કર્યો છે અને તમને અનુસર્યા નથી. અમે અત્યાચાર કર્યો છે અને બંડ પોકાર્યું છે. અમે મનમાં જૂઠા વિચારો કર્યા છે અને એ જ બબડયા છીએ.”


ન્યાય પાછો ઠેલાયો છે, છુટકારો એકલો પડી ગયો છે, સત્ય રસ્તે રઝળે છે, અને પ્રામાણિક્તા પગપેસારો કરી શકે તેમ નથી.


તેમાં વસતા પરદેશીઓએ કહ્યું, “અમે બેબિલોનના ઘાનો ઉપચાર કરવા પ્રયત્ન કર્યો, પણ તેને રૂઝ વળે એમ નથી. તેથી ચાલો, આપણે એને તજી દઈએ અને દરેક જણ પોતપોતાના વતનમાં જતા રહીએ; કારણ, તેના અપરાધની સજા આકાશ સુધી પહોંચી છે અને ગગન સુધી ઊંચે ચડી છે.


તારી ઉત્તર તરફ પોતાની પુત્રીઓ સાથે રહેનારી સમરૂન તારી મોટી બહેન છે. સદોમ તારી નાની બહેન છે.


મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે.


યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.


સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ મને જુઠાણાથી અને એફ્રાઈમના લોકોએ મને ઠગાઇથી ઘેરી લીધો છે. યહૂદિયાના લોકો મારી એટલે તેમના વિશ્વાસુ અને પવિત્ર ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે.”


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે.


પ્રભુને યહૂદિયાના લોકો વિરુદ્ધ આરોપ છે અને ઇઝરાયલના લોકોની વર્તણૂક માટે તે તેમને સજા કરવાના છે.


એફ્રાઈમના લોકોએ તો મૂર્તિઓ સાથે સંબંધ બાંધ્યો છે; તેમને તેમના માર્ગે ભટકવા દો. પુષ્કળ દ્રાક્ષાસવ પીધા પછી તેઓ વ્યભિચારમાં મશગૂલ રહે છે અને સન્માનને બદલે અપમાન પસંદ કરે છે.


તેઓ વચનો આપે છે, પણ પાળતા નથી. તેઓ જુઠ્ઠું બોલે છે, ખૂન કરે છે, ચોરી કરે છે અને વ્યભિચાર આચરે છે. ગુનાઓ વધતા જાય છે અને ઉપરાઉપરી ખૂન થાય છે.


“હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો.


પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે.


“તેમની કેવી દુર્દશા થશે! મને તરછોડીને તેમણે બળવો કર્યો છે. તેમનો સદંતર નાશ થશે. હું તેમને છોડાવવા માગતો હતો. પણ તેઓ તો મારે વિષે જુઠાણી વાતો ચલાવે છે.


સમરૂનના લોકો સોનાના વાછરડાની પૂજા કરે છે. હું તે ધિક્કારું છું અને મારો ક્રોધ તેમની વિરુદ્ધ સળગી ઊઠયો છે. તેઓ ક્યારે મૂર્તિપૂજાનો ત્યાગ કરશે?


તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે.


પ્રભુ કહે છે: “તેમણે ગુનાખોરી અને હિંસાથી લૂંટેલી વસ્તુઓથી પોતાના મહેલો ભરી દીધા છે. તેઓ પ્રામાણિકપણે વર્તવાનું તો જાણતા જ નથી.”


આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ.


સમરૂનની મૂર્તિઓના સમ ખાનારા અને ‘દાનના દેવના સમ’ અથવા ‘બેરશેબાના દેવના સમ’ એવું કહેનારા લોકો ઢળી પડશે અને પાછા ઊઠશે નહિ.”


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


“ઓ યરુશાલેમ, યરુશાલેમ! સંદેશવાહકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે એકઠાં કરે તેમ તારા લોકને એકઠા કરવાની મેં કેટલી બધી વાર ઝંખના સેવી છે; પણ તેં તે ઇચ્છયું નથી.


“શાંતિ મેળવવા માટે શાની જરૂર છે એ તેં આજે જાણ્યું હોત તો કેવું સારું થાત! પણ હવે તું તે જોઈ શકતું નથી.


Lean sinn:

Sanasan


Sanasan