Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 6:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ગિલ્યાદ તો દુષ્ટો અને ખૂનીઓનું શહેર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે તેને રક્તના ડાઘ લાગ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ગિલયાદ બૂરા લોકોનું નગર છે, અને તેના રસ્તાઓમાં લોહીથી ખરડાયેલા પગોના નિશાન છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 6:8
17 Iomraidhean Croise  

તેઓ ગિબ્યોનમાં મોટા ખડક પાસે પહોંચ્યા ત્યારે તેમને અમાસા મળ્યો. યોઆબે બખ્તર પહેરેલું હતું અને તલવાર તેની મ્યાનમાં તેના કમરપટ્ટા સાથે બાંધેલી હતી. તે આગળ ગયો એવામાં તલવાર બહાર નીકળી પડી.


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


“વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે.


તે ગામ બહાર છૂપી જગાએ સંતાઈને બેસે છે; તે લાચાર લોકોની હત્યા કરવા ટાંપીને બેસે છે; તે નિરાધાર શિકારોની જાસૂસી કરે છે.


હું દુરાચારીઓના સંગમાં ભળીને ભૂંડા કાર્યો કરવા ન લાગુ તે માટે મારા દયને દુષ્ટતા તરફ વળવા ન દો; મને એમની મિજબાનીનાં મિષ્ટાન્‍ન ખાતાં ય રોકો.


અન્યાય આચરનારાઓથી મને બચાવો અને ખૂનીઓથી મને ઉગારો.


કરોળિયાએ વણેલી જાળો કંઈ પહેરવાના કામમાં આવતી નથી. એ જ રીતે તેમનાં કામ તેમને ઢાંકી શકવાનાં નથી; તેમનાં કામ તો અન્યાયી છે અને તેમના હાથ જોરજુલમથી ભરેલા છે.


એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”


છતાં ગિલ્યાદમાં મૂર્તિઓની પૂજા થાય છે, અને તેમને પૂજનારા માર્યા જશે. ગિલ્ગાલમાં આખલાઓનો બલિ ચડાવવામાં આવે છે એટલે વેદીઓ ખેતરોમાંના પથ્થરના ઢગલા સમાન થઈ જશે.”


આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું.


તેઓ વચનો આપે છે, પણ પાળતા નથી. તેઓ જુઠ્ઠું બોલે છે, ખૂન કરે છે, ચોરી કરે છે અને વ્યભિચાર આચરે છે. ગુનાઓ વધતા જાય છે અને ઉપરાઉપરી ખૂન થાય છે.


“હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો.


દેશમાં કોઈ ધર્મિષ્ઠ માણસ રહેવા પામ્યો નથી. વળી, ઈશ્વરને કોઈ વફાદાર નથી. દરેક જણ ખૂન કરવાનો લાગ શોધે છે. દરેક પોતાના ભાઈનો શિકાર કરવા તેની પાછળ પડી જાય છે.


તેમણે ફેસ્તસને તેમની તરફેણ કરીને પાઉલને યરૂશાલેમ મોકલી આપવા વિનંતી કરી. કારણ, તેમણે તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.


ગાદના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: ગિલ્યાદમાંનું રામોથ (આશ્રયનગરોમાંનું એક) તેનાં ગોચર સહિત, મારનાઈમ,


Lean sinn:

Sanasan


Sanasan