Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ, પણ તારો પ્રેમ હું ચાહું છું. તારા દહનાર્પણો નહિ, પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 6:6
24 Iomraidhean Croise  

તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


મારે તમને તમારાં બલિદાનો વિષે ઠપકો આપવાનો નથી; કારણ, તમારાં દહનબલિ તો તમે મને નિત્ય ચડાવો છો.


બલિદાન ચડાવવા કરતાં નેકી અને ઇન્સાફ પ્રભુને વધારે પસંદ છે.


તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી.


પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.


“હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો.


તે ગરીબ અને જુલમપીડિતોનો પક્ષ લેતો હતો. મારી સાથે આત્મીયતા હોવાનો અર્થ એ જ છે. હું પ્રભુ આ કહું છું.


કેમ કે જ્યારે હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારે મેં તમને માત્ર દહનબલિ અને અન્ય બલિદાન વિષે કંઈ કહ્યું નહોતું કે આજ્ઞા આપી નહોતી.


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


હું મારું વચન પાળીશ અને તને મારી કરી લઈશ; અને હું તારો પ્રભુ છું એવું તું સાચે જ સ્વીકારશે.


આ દેશના રહેવાસીઓ વિરુદ્ધ પ્રભુ ફરિયાદ કરવા માગે છે; “હે ઇઝરાયલી લોકો, સાંભળો: દેશમાં વફાદારી કે પ્રેમ રહ્યાં નથી અને લોકો મને ઈશ્વર તરીકે ગણકારતા નથી.


તેમને બલિદાનો ચડાવવાનું અને તેમનું માંસ ખાવાનું ગમે છે, પણ હું પ્રભુ તેમના પર પ્રસન્‍ન નથી અને હું તેમનાં પાપ સ્મરણ કરીને તેમને સજા કરીશ; હું તેમને પાછા ઇજિપ્ત મોકલી દઈશ.


પ્રભુ કહે છે, “હું તમારાં ધાર્મિક પર્વોને ધિક્કારું છું અને તમારાં ધાર્મિક સંમેલનો હું સાંખી શક્તો નથી.


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુની સન્મુખ તેમની ભક્તિ કરવા હું શું લઈને આવું? શું હું દહનબલિ માટે શ્રેષ્ઠ વાછરડા લાવું?


હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું.


શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ એનો શો અર્થ થાય એ તમે ખરેખર જાણતા હોત તો પછી તમે નિર્દોષને દોષિત ઠરાવત નહિ.


બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેઓ પર દયા રાખશે.


જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”


ઇજિપ્તમાંથી નીકળેલા એ બધા પુરુષોની તો સુન્‍નત થયેલી હતી, પણ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી રણપ્રદેશમાં જન્મેલા છોકરાઓની સુન્‍નત થઈ નહોતી.


જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ તો આપણે તેમને ઓળખીએ છીએ તે ખાતરીની વાત છે.


તેથી જે કોઈ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે તેણે ખ્રિસ્તને કદીએ જોયા નથી કે ઓળખ્યા નથી.


શમુએલે કહ્યું, “પ્રભુ દહિનબલિ અને બલિદાનોથી પ્રસન્‍ન થાય છે કે તેમની વાણી પળાયાથી થાય છે? સાચે જ, બલિદાન કરતાં આજ્ઞાપાલન વિશેષ સારું છે અને ઘેટાંની ચરબીના અર્પણ કરતાં ઈશ્વરની વાણી પળાય તે વિશેષ યોગ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan