Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ પ્રભુ પ્રત્યે બેવફા બન્યા છે. તેમનાં બાળકો પારકાથી જન્મ્યાં છે એટલે તેમનો તથા તેમની વસાહતોનો વિનાશ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:7
15 Iomraidhean Croise  

મને ક્રૂર તલવારથી બચાવો, પરદેશીઓના હાથમાંથી ને મુક્ત કરો; તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણાં હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે.


ઊંચા સ્થાનોમાંથી તમારો હાથ લંબાવી મને ઉઠાવી લો; ઊંડા પાણીમાંથી અને પારકાઓના હાથમાંથી મને મુક્ત કરો.


તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું.


બલ્કે તે સંબંધી તેં સાંભળ્યું નથી કે તું જાણતો પણ નથી. ભૂતકાળમાં ક્યારેય એની વાત તારે કાને પડી નથી. મને ખબર છે કે તું તો કપટી અને જન્મથી બંડખોર છે.


અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે, તમારો નકાર કર્યો છે અને તમને અનુસર્યા નથી. અમે અત્યાચાર કર્યો છે અને બંડ પોકાર્યું છે. અમે મનમાં જૂઠા વિચારો કર્યા છે અને એ જ બબડયા છીએ.”


પરંતુ પોતાના પતિને બેવફા થનાર પત્નીની જેમ હે ઇઝરાયલના વંશજો, તમે મને બેવફા નીવડયા છો. હું પ્રભુ એ કહું છું.


અરેરે, ઇઝરાયલ અને યહૂદિયાના લોકોએ મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે! હું પ્રભુ પોતે આ બોલું છું.” ઈશ્વર ઇઝરાયલને તજી દે છે


તેથી તેમને કહે કે પ્રભુ પરમેશ્વર, આમ કહે છે: મારો એકપણ સંદેશ પૂર્ણ થવામાં વિલંબ થશે નહિ. હું કહું તે પ્રમાણે નિ:સંદેહ થશે જ. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”


હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ.


હું તેનાં બાળકો પર દયા દર્શાવીશ નહિ; કારણ, તેઓ વ્યભિચારથી જન્મેલાં છે.


“પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે.


“તેમની કેવી દુર્દશા થશે! મને તરછોડીને તેમણે બળવો કર્યો છે. તેમનો સદંતર નાશ થશે. હું તેમને છોડાવવા માગતો હતો. પણ તેઓ તો મારે વિષે જુઠાણી વાતો ચલાવે છે.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan