Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુ કહે છે, “યહૂદિયાના આગેવાનો ઇઝરાયલની જમીન પચાવી પાડી સીમાચિહ્નો હટાવનાર બન્યા છે. તેથી હું તેમના પર રોષે ભરાયો છું અને હું મારો કોપ રેલની પેઠે તેમના પર રેડી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહૂદિયાના અમલદારો બાણ ખસેડનારાઓના જેવા છે; હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા; જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં. તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:10
15 Iomraidhean Croise  

તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ.


તેમના પર તમારો કોપ વરસાવો; તમારો ક્રોધાગ્નિ તેમને પકડી પાડો.


તેઓ પૂરની જેમ આખો વખત મને ઘેરી વળે છે. તેઓ એકત્ર થઈને મને આંતરે છે.


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


તારા પૂર્વજોએ હદ દર્શાવવા રોપેલા મૂળ પથ્થરોને તારે ક્યારેય ખસેડવા નહિ.


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


જેમ ચાંદી ભઠ્ઠીમાં પીગળી જાય છે તેમ તમને યરુશાલેમમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં પ્રભુએ તમારા પર ક્રોધાગ્નિ વરસાવ્યો છે.”


હવે થોડી જ વારમાં હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારો રોષ તમારા પર ઠાલવીશ. તમારા દુરાચાર અનુસાર તમારો ન્યાય કરીશ અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ.


પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા અને તે પડી ગયું. આ પતન કેવું ભયંકર હતું!


પણ જે કોઈ મારાં બોધ વચનો સાંભળીને પાળતો નથી, તે તો પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધનાર માણસ જેવો છે; તે ઘરને પૂરનો સપાટો લાગે કે તે તરત જ પડી જાય છે, અને એ ઘરનો કેવો મોટો નાશ થાય છે!”


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો આપે છે તેમાં તમને જમીનનો વારસો મળે ત્યારે અસલના સમયમાં તમારા પૂર્વજોએ નક્કી કર્યા પ્રમાણેની તમારા પડોશીના જમીનની હદનો જૂના સમયનો પથ્થર તમારે ખસેડવો નહિ.


‘પોતાના પડોશીની જમીનની હદનો પથ્થર ખસેડનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


Lean sinn:

Sanasan


Sanasan