Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અને સંદેશવાહકો પણ એમાં કંઈ ઊણા ઊતરે એવા નથી. તેથી હું તમારી જનેતા ઇઝરાયલનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તું દિવસે ઠોકર ખાઈને પડશે, ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે; અને હું તારી માનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, હું તારી માતાનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દિવસે અને રાત્રે તમે ઠોકરો ખાઓ છો, યાજકો પણ તમારા ભેગા પ્રબોધકો પણ ઠોકર ખાય છે. હું તમારી માતૃભૂમિ ઇસ્રાએલનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:5
21 Iomraidhean Croise  

પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.


સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું.


પરંતુ તમારી માતૃભૂમિ બહુ લજ્જિત થશે, અને તમારી જન્મભૂમિ અપમાનિત થશે. બધા દેશોમાં બેબિલોનનું સ્થાન સૌથી ઊતરતું હશે અને તે વેરાન, નિર્જળ અને રણપ્રદેશ જેવું બની જશે.


“હે મનુષ્યપુત્ર, આ માણસોનાં મન તેમની મૂર્તિઓમાં પરોવાયેલાં છે. તેમને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું તેઓ ધ્યાન ધરે છે. તો પછી શા માટે મારે તેમની પૂછપરછનો કોઈ પ્રત્યુત્તર આપવો?


“મારાં બાળકો, તમારી માને વિનવણીપૂર્વક સમજાવો. કારણ, તે મારી પત્ની નથી અને હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાના ચહેરા પરથી વ્યભિચાર અને પોતાનાં સ્તનો વચ્ચેથી જારકર્મો દૂર કરે.


તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’


ઇઝરાયલના લોકોનું ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. ઇઝરાયલ અને એફ્રાઈમનાં પાપ તેમને ઠોકર ખવડાવે છે અને પછાડે છે, અને યહૂદિયાના લોકો પણ તેમની સાથે પડે છે.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ.


પણ સ્વર્ગીય યરુશાલેમ સ્વતંત્ર છે, અને તે જ આપણી માતા છે.


Lean sinn:

Sanasan


Sanasan