Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુ કહે છે, “છતાં કોઈ લોકોનો જ દોષ ન કાઢે અથવા તેમને ઠપકો ન દે; કારણ, હે યજ્ઞકારો, મારી ફરિયાદ તો તમારી વિરુદ્ધ છે. તમે રાતદિવસ ભારે ગોટાળા કરો છો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તોપણ કોઈ માણસે તકરાર કરવી નહિ, તેમ કોઈ માણસે ઠપકો પણ આપવો નહિ; કેમ કે તારા લોકો યાજક સાથે રકઝક કરનારાઓના જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ કોઈએ દલીલ કરવી નહિ; તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તો પણ કોઇએ દલીલ ન કરવી અથવા બીજા માણસ પર આરોપ ન કરવો. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:4
8 Iomraidhean Croise  

પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


હું તારી જીભ તારે તાળવે ચોંટાડી દઈને તને મૂંગો બનાવી દઈશ, જેથી તું તેમને ચેતવણી આપી શકીશ નહિ, કારણ, તેઓ તો બંડખોર લોકો છે.


એફ્રાઈમના લોકોએ તો મૂર્તિઓ સાથે સંબંધ બાંધ્યો છે; તેમને તેમના માર્ગે ભટકવા દો. પુષ્કળ દ્રાક્ષાસવ પીધા પછી તેઓ વ્યભિચારમાં મશગૂલ રહે છે અને સન્માનને બદલે અપમાન પસંદ કરે છે.


અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો.


એટલે તો શાણો માણસ પણ મૌન સેવે છે; કારણ, ભારે ભૂંડો સમય આવી પહોંચ્યો છે.


મૃત્યુ પામેલા માણસના અંતિમવિધિ માટે જવાબદાર સગો મૃતદેહને અગ્નિદાહ દેવાને ઘરમાંથી બહાર લઈ જવા આવશે, ત્યારે ઘરના સૌથી અંદરના ભાગમાં કોઈ બાકી રહી ગયેલા માણસને તે પૂછશે, “હજી ત્યાં બીજા મૃતદેહ છે?” પેલો માણસ જવાબ આપશે, “ના.” ત્યારે પેલો સગો કહેશે, “ચૂપ રહેજે, જો જે પ્રભુનું નામ ઉચ્ચારતો નહિ!”


પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


Lean sinn:

Sanasan


Sanasan