Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી જમીન સુકાઈ જશે અને તેની પરના બધા જીવ મરણ પામશે. બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ, અરે, સમુદ્રનાં માછલાંય મરણ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે માટે દેશ વિલાપ કરશે, ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સહિત નિર્બળ થઈ જશે; હા, સમુદ્રનાં માછલાં પણ લઈ લેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી દેશ વિલાપ કરશે, તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે જંગલી પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આથી દેશ શોકમાં ગરક થઇ ગયો છે. અને તમારી ભૂમિમાં ઊપજ થતી નથી. જે જીવંત છે તે બિમાર પડે છે અને મૃત્યુ પામે છે; જંગલના બધા પ્રાણીઓ, આકાશમાંના બધા પંખીઓ અને સમુદ્રમાંના માછલાં સુદ્ધાં મરતા જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:3
17 Iomraidhean Croise  

દેશ સુકાઈને વેરાન થયો છે. લબાનોનની વનરાજી લજ્જિત થઈ ચીમળાઈ ગઈ છે. શારોનની ફળદ્રુપ ખીણ રણપ્રદેશ જેવી બની છે. બાશાન અને ર્કામેલ પર્વત પરનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડયાં છે.


ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’


કારણ, દેશ વ્યભિચારીઓથી ભરપૂર છે. તેઓ દુષ્ટ કાર્યો આચરે છે, અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. તેથી શાપને લીધે ભૂમિ શોક કરે છે, અને ઘાસચારાનાં મેદાનો સુકાઈ ગયાં છે.


મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં.


હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.


આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.”


જેથી સમુદ્રનાં માછલાં, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પ્રાણીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરના બધાં માણસો મારી સમક્ષ કાંપશે, પર્વતો ઊથલી પડશે, ભેખડો ધસી પડશે, અને બધી દીવાલો જમીનદોસ્ત થઈ જશે.


પશુઓ ત્રાસ પામી ભાંભરે છે, કારણ, તેમને માટે ચારો નથી; ઘેટાંનાં ટોળાં પણ સહન કરી રહ્યાં છે.


આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.”


એ માટે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ કહે છે. “નગરના એકેએક ચોકમાં વિલાપ અને શેરીઓમાં ‘હાય! હાય’ના પોકાર સંભળાશે. ખેડૂતો શોક કરશે અને શોક કરવાને વિલાપગીતો ગાવામાં પ્રવીણ લોકોને પણ બોલાવાશે.


તેથી પૃથ્વી કાંપશે અને દેશના સૌ કોઈ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. આખો દેશ ધ્રૂજી ઊઠશે અને નાઇલના પૂરની જેમ ઊંચો નીચો થઈ જશે.


તે સમુદ્રને આજ્ઞા કરે છે એટલે તે સુકાઈ જાય છે! તે નદીઓને સૂકવી નાખે છે. બાશાનનાં ખેતરો સુકાઈ જાય છે. ર્ક્મેલ પર્વત વેરાન થઈ જાય છે અને લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.


સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan