Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ઇઝરાયલના લોકો તો અડિયલ વાછરડી જેવા છે. મારે પ્રભુએ તેમને ઘાસનાં મેદાનમાં ઘેટાંની જેમ કેવી રીતે ચારવા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે ઇઝરાયલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે; હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાનની માફક ચારશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 કારણકે ઇસ્રાએલે અડિયલ વાછરડીની જેમ હઠીલાઇ કરી છે, પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવા તેઓને ચારશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:16
19 Iomraidhean Croise  

વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો.


તે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તું તારા ભવ્ય રથોની પડખે જ મરી જઈશ અને તું તારા માલિકના કુટુંબને કલંક લગાડીશ.


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે.


લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે.


પછી પ્રભુએ મને કહ્યું, “બેવફા યહૂદિયાની સરખામણીમાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે.


પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે.


ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી.


મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો.


તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે.


પણ તેમણે ન તો આજ્ઞાઓ પાળી કે ન તો કંઈ લક્ષ આપ્યું; પણ તેઓ પોતાને ફાવે તેમ તેમના જક્કી અને કુટિલ દયના દુરાગ્રહ પ્રમાણે વર્ત્યા; તેઓ પાછા હઠયા, પણ આગળ વયા નહિ.


તો પછી તમે મારાથી વિમુખ થઈને સતત પીછેહઠ કેમ કરી રહ્યા છો? તમે ભરમાવી દેનાર મૂર્તિઓને વળગી રહો છો અને મારી તરફ પાછા ફરવાની ના પાડો છો.


“એક સમયે એફ્રાઇમની પ્રજા અનાજ મસળવા માટે તૈયાર કરેલી એવી પલોટાયેલી વાછરડી જેવી હતી. પણ મેં તેની સુંદર ડોક પર ધુંસરી મૂકી અને સખત કામ કરવા મેં તેને હળ સાથે જોતરી. મેં યહૂદિયા પાસે ખેડ કરાવી અને ઇઝરાયલ પાસે ખેડેલી જમીન સમતળ કરાવી.


તેમનાં શહેરોમાં લડાઈ વ્યાપી જશે; શહેરોના દરવાજાઓ તોડી પડાશે અને મારા લોકનો વિનાશ કરાશે કારણ, તેઓ પોતાની મરજી મુજબ વર્તે છે.


મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


“પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં.


Lean sinn:

Sanasan


Sanasan