Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:14 - પવિત્ર બાઇબલ C.L.

14 “એ માટે હું તેને ભોળવી પટાવીને ફરીથી વેરાનપ્રદેશમાં લઈ જઈશ ને તેને પ્રેમાળ શબ્દોથી જીતી લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 “એ માટે, જુઓ, હું તેને સમજાવી-પટાવીને અરણ્યમાં લાવીશ, ને તેને પ્રમનાં વચનો કહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી હું તેને ફોસલાવીને. તેને અરણ્યમાં લાવીશ અને તેની સાથે નમ્રતાથી બોલીશ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તેથી હવે, હું તેણીને વેરાન પ્રદેશ તરફ મોહિત કરીશ અને તેની સાથે માયાળુપણે વાત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:14
38 Iomraidhean Croise  

પણ તેનું દિલ યાકોબની પુત્રી દીના પર ચોંટયું હતું અને તે તેના પ્રેમમાં પડયો હતો તેથી તે તેની સાથે હેતથી વાતો કરવા લાગ્યો.


યોબ, ઈશ્વરે તને સંકટમાંથી બહાર કાઢયો હતો, અને સંકડાશ વગરની વિશાળ જગામાં દોરી લાવ્યા હતા, અને તારી ભોજનની મેજને સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું હતું.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે.


“તો હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરીશ તે સાંભળો: હું તેની વાડ કાઢી નાખીશ. અને તેની રક્ષણની દીવાલ તોડી પાડીશ એટલે જંગલી પ્રાણીઓ તેને ભેલાડી દેશે અને તેને ખૂંદી નાખશે.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે લોકો ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર જીવંત પ્રભુ’ને નામે સોગંદ લેશે નહિ;


“જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;


તેથી પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “અલબત્ત, મેં જે બાંધ્યું છે તે હું તોડી પાડું છું અને મેં જે રોપ્યું છે તે ઉખેડી નાખું છું; અને સમગ્ર દેશમાં તે પ્રમાણે થશે.


તેથી હું તેમને ઇજિપ્તમાંથી મુક્ત કરીને રણપ્રદેશમાં લઇ આવ્યો.


“હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે.


હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.


જ્યારે મને આ પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ.”


મને મોકલનાર પિતા કોઈને મારી તરફ ખેંચે નહિ ત્યાં સુધી કોઈ મારી પાસે આવી શકતું નથી; અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ.


પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે.


ઈશ્વરે રણપ્રદેશમાં તૈયાર કરી રાખેલી જગ્યામાં તે સ્ત્રી નાસી ગઈ. ત્યાં બારસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવામાં આવશે.


એ માણસે તેને પ્રેમપૂર્વક સમજાવીને પાછી લઈ આવવા માટે તેની પાસે જવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની સાથે પોતાનો નોકર અને બે ગધેડાં લઈ લીધાં. પેલી યુવતી તેને તેના પિતાના ઘરમાં લઈ ગઈ, અને જ્યારે તેના પિતાએ તેને જોયો ત્યારે તેણે તેનો આનંદથી આવકાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan