Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હું તેના યારોના દેખતાં તેનું લંપટપણું ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ, મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:10
19 Iomraidhean Croise  

પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના અનુયાયીઓએ ઈશ્વરના મંદિરને ભારે નુક્સાન પહોંચાડયું હતું અને બઆલની પૂજામાં તેની ઘણીબધી સાધનસામગ્રીનો ઉપયોગ કર્યો હતો.


હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.


ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.


પણ હું તેમને શિક્ષા કરીશ. હું તેમના માથામાં ઘારાં પાડીશ અને તેમને બોડી બનાવી દઈશ.”


કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.


તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે.


તેં તારાં વસ્ત્રોનો ઉપયોગ કરી તારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો સજાવ્યાં અને ત્યાં વેશ્યાની જેમ દરેક સાથે વ્યભિચાર કર્યો. આવું તો કદી બન્યું નથી કે બનવાનું નથી.


મેં તને ખોરાક તરીકે આપેલાં મેંદો, તેલ તથા મધ પણ તે મૂર્તિઓને ખુશકારક સુવાસને અર્થે ચડાવી દીધાં. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


તેઓ તારી સાથે ધિક્કારપૂર્વક વર્તશે અને તારી બધી કમાણી તારી પાસેથી આંચકી લેશે અને તને નિર્વ ઉઘાડી છોડી દેશે અને એમ તારી વેશ્યાગીરી એટલે તારી લાજ અને લંપટતા ખુલ્લાં પડી જશે.


ઇઝરાયલના લોકો દ્રાક્ષોથી ભરપૂર ઘટાદાર દ્રાક્ષવેલા જેવા હતા. જેમ જેમ તેઓ ફળવંત થતા ગયા તેમ તેમ તેઓ વેદીઓ વધારતા ગયા. જેમ જેમ જમીનની પેદાશ વધતી ગઈ તેમ તેમ તેમના પૂજાસ્તંભોને વધારે ને વધારે શણગારતા ગયા.


અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે.


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


છુપાઈને માણસને ઘેરી લેનાર ગુંડાઓની ટોળીની જેમ યજ્ઞકારો શખેમના પવિત્રસ્થાને જવાના રસ્તા પર ખૂન કરે છે. તેમનાં કામ કેવાં ભયાનક છે!


પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


Lean sinn:

Sanasan


Sanasan