Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તે માટે તમારા ઇઝરાયલી બધુંઓને આમ્મી એટલે ‘પ્રભુના લોક’ અને રૂહામા એટલે ‘ઈશ્વરની દયા પામેલા’ એમ કહીને બોલાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તામારા ભાઈઓને આમ્મી, ને તમારી બહેનોને રૂહામાં કહીને બોલાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “મારા લોકો! તમારા ભાઈઓને આમ્મી અને, તમારી બહેનોને રૂહામા કહીને બોલાવો, “તું તેના પર દયા રાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “હે યિઝએલ! તારા ભાઇ બહેનનું પુન:નામકરણ કર. ભાઇનું નામ આમ્મી અને બહેનનું નામ રૂહામાહ રાખ, કારણકે હવે દેવ તેના પર દયા રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:1
17 Iomraidhean Croise  

હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.


જો કે તેમની ભૂમિ મારી એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધના પાપથી ભરપૂર હતી, છતાં મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ અને યહૂદિયાને તજી દીધા નથી.


જેથી તેઓ મારાં ફરમાનોનું પાલન કરશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોને આધીન થઇ તેમનો અમલ કરશે. આમ, તેઓ મારી પ્રજા થશે ને હું તેમનો ઈશ્વર થઇશ.


હું તમારા ઉપર મનુષ્યો અને પશુઓની વૃદ્ધિ કરીશ. તેમનો વંશવેલો ખૂબ વધશે. હું તેમને પ્રાચીન સમયની જેમ ત્યાં વસાવીશ. અને પહેલાંના કરતાં પણ વધારે સુખસમૃદ્ધિ આપીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


જે દેશ તમારા પૂર્વજોને મેં આપ્યો હતો તેમાં તમે વસશો, તમે મારી પ્રજા થશો અને હું તમારો ઈશ્વર થઇશ.


હું ત્યાં તેમની સાથે વસવાટ કરીશ. હું તેમનો ઈશ્વર થઇશ અને તેઓ મારી પ્રજા થશે.


“મારાં બાળકો, તમારી માને વિનવણીપૂર્વક સમજાવો. કારણ, તે મારી પત્ની નથી અને હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાના ચહેરા પરથી વ્યભિચાર અને પોતાનાં સ્તનો વચ્ચેથી જારકર્મો દૂર કરે.


હું મારા લોકને તેમના દેશમાં સ્થાપિત કરીશ અને તેમને સમૃદ્ધ કરીશ. “‘લો-રૂહામા’ એટલે ‘દયાવિહોણી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમના પર હું દયા દાખવીશ; અને ‘મારા લોક નથી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમને હું કહીશ કે, ‘તમે મારા લોક છો,’ અને તેઓ પ્રત્યુત્તર વાળશે, ‘તમે અમારા ઈશ્વર છો.”


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan