Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 14:8 - પવિત્ર બાઇબલ C.L.

8 એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એફ્રાઈમ [કહેશે] , ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એફ્રાઇમ કહેશે, ‘મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; મારી પાસેથી જ તને ફળ મળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 14:8
23 Iomraidhean Croise  

તે લોકો સમક્ષ ગાતાં ગાતાં કહેશે, ‘મેં પાપ કર્યું હતું અને હું આડે માર્ગે ગયો હતો, છતાં ઈશ્વરે મને એની સજા કરી નહિ;


જે હું પોતે સમજી શક્તો નથી તે મને શીખવો, જો મેં દુષ્ટતા આચરી હોય તો હવેથી એમ કરીશ નહિ.’


હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


“મારા મંદિરને સુશોભિત કરવાને, એ મારા પાયાસનને મહિમાવંત કરવાને લબાનોનના વનનાં ગૌરવસમા દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં ઉત્તમ લાકડાં લાવવામાં આવશે.


હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું.


તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે.


કારણ, પ્રકાશનાં ફળરૂપે જ ભલાઈ, ન્યાયીપણું અને સત્યતા આવે છે.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


આથી અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી.


દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan