Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 14:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ નવા ફણગાની જેમ ફૂટશે અને ઓલિવ વૃક્ષ જેવી શોભા ધારણ કરશે. લબાનોનના દેવદારની જેમ તેઓ સુવાસિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈતવૃક્ષના જેવી, ને તેની વાસ લબાનોનના જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેને નવા ફણગાં ફૂટશે, અને તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 14:6
19 Iomraidhean Croise  

તેથી યાકોબે પાસે જઈને ચુંબન કર્યું. પછી ઇસ્હાકે તેનાં વસ્ત્રો સૂંઘી જોયાં અને તેને આશિષ આપતાં કહ્યું: “પ્રભુએ જેને આશિષ આપી હોય તેવા ખેતરની સુવાસ જેવી મારા પુત્રની સુવાસ છે.


તારા ઘરની અંદર તારી પત્ની ફળવંત દ્રાક્ષવેલા સમાન થશે. જેમ ઓલિવવૃક્ષ પર ઘણાં ફળ થાય છે, તેમ ભોજન સમયે તારી આસપાસ તારા ઘણાં સંતાન હશે.


પરંતુ હું તો ઈશ્વરના ઘરમાં પાંગરતા લીલાછમ ઓલિવવૃક્ષ જેવો છું; હું ઈશ્વરના પ્રેમ પર સદાસર્વદા ભરોસો રાખું છું.


નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.


તે દિવસે યાકોબના વંશજો, ઇઝરાયલીઓ વૃક્ષની માફક મૂળ નાખશે. તેમને ફૂલ તથા કળીઓ ખીલશે અને તેમનાં ફળથી પૃથ્વી ભરપૂર થશે.


તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


એક વેળાએ મેં તને ‘લીલુંછમ, સુંદર અને ફળદાયી ઓલિવ વૃક્ષ’ એવું નામ આપ્યું હતું. પણ હવે પ્રચંડ મેઘગર્જના સાથે વીજળી નાખીને હું તેનાં પાંદડાંને સળગાવી દઈશ અને તેની ડાળીઓ ભાંગી નાખીશ.


આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ રાઈનું બી લઈને તેને ખેતરમાં વાવે છે.


“હું સાચો દ્રાક્ષવેલો છું, અને મારા પિતા માળી છે.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


Lean sinn:

Sanasan


Sanasan