Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 14:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, ‘કે તમે અમારા દેવો છો,’ કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને ‘અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 14:3
36 Iomraidhean Croise  

એ સમયે સંદેશવાહક હનાનીએ આસા રાજા પાસે જઈને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખવાને બદલે તમે અરામના રાજા પર આધાર રાખ્યો છે.


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


હું નેતાઓ પર ભરોસો રાખીશ નહિ, તેમજ માનવજાત પર પણ નહિ; કારણ, તેમની પાસે ઉદ્ધાર નથી.


પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે.


યુદ્ધમાં વિજય માટે અશ્વદળ પર રાખેલી આશા નિરર્થક છે; ઘોડો પોતાની તાક્તથી તેના સવાર સૈનિકને ઉગારી શક્તો નથી.


અનાથોના પિતા અને વિધવાઓના હિમાયતી એવા ઈશ્વર પોતાના પવિત્ર નિવાસસ્થાનમાં છે.


તમે જેમાં આનંદ માણતા હતા તે પવિત્ર ઓકવૃક્ષને લીધે તમે લજ્જિત થશો. તમારા પસંદ કરેલા ઉપાસનાનાં ઉપવનોને લીધે તમે અપમાનિત થશો.


તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે.


તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.


એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે.


મને પૂછયા સિવાય તેઓ સંરક્ષણ માટે ઇજિપ્તના રાજા ફેરો પાસે અને આશરો લેવા ઇજિપ્તની છાયામાં દોડયા જાય છે.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


ઇજિપ્તીઓ પણ માણસો જ છે, દેવો નહિ. તેમના ઘોડા ય પાર્થિવ દેહના છે; તે કંઈ અલૌકિક નથી. પ્રભુ પોતાનો હાથ ઉગામશે ત્યારે સહાય કરનારાઓ ઠોકર ખાશે અને મદદ મેળવનારાઓનું પતન થશે. બલ્કે, તેઓ સૌ એક સાથે નષ્ટ થઈ જશે.


તો હવે મારા માલિક આશ્શૂરના રાજા સાથે બાંધ -છોડ કરી લે! જો તું બે હજાર ઘોડેસવારો પૂરા પાડે તો હું તને એટલા ઘોડા આપીશ.


અને ‘તમારાં અનાથ બાળકોને મારી પાસે મૂકો હું તેમની સંભાળ લઈશ અને તમારી વિધવાઓ મારા પર આધાર રાખી શકે છે,’ એમ કહેનાર પણ કોઈ બચ્યું નથી.”


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


તેઓ ફરી કદી પોતાની ઘૃણાસ્પદ મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરશે નહિ કે પાપથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ જે જે રીતે અને જ્યાં જ્યાં પાપ કરીને મને બેવફા બન્યા છે, તેમાંથી હું તેમને છોડાવીશ અને શુધ કરીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ.


એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે.


છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!”


એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.”


હું તેને મુખે ‘બઆલ’નું નામ ફરી કદી ઉચ્ચારવા દઈશ નહિ.


તેઓ વૃક્ષના ઠૂંઠા પાસે સલાહ માગે છે અને એક લાકડી પાસે ઉત્તરની અપેક્ષા રાખે છે! તેમણે મારો ત્યાગ કર્યો છે. એક વ્યભિચારી સ્ત્રીની જેમ તેમણે પોતાને અન્ય દેવતાઓને સોંપ્યા છે.


“જ્યારે એફ્રાઈમને પોતાની બીમારીની ખબર પડી અને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઈમ મદદ માટે આશ્શૂરના સમ્રાટ પાસે ગયો; પણ તે તેમને સાજા કરી શકયો નહિ કે ન તો તેમના જખમ રૂઝવી શકયો.


ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે!


ઇઝરાયલના કારીગરે મૂર્તિ બનાવી પણ તે કંઈ ઈશ્વર નથી. સમરૂનમાં પૂજાનાર સોનાના વાછરડાના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે.


તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે.


પ્રભુની આજ્ઞાથી માછલીએ યોનાને કિનારા પર ઓકી કાઢયો.


તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ.


“હું તમને અનાથ મૂકી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ.


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


Lean sinn:

Sanasan


Sanasan