Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પરિણામે, હું તમારા પર સિંહની જેમ ત્રાટકીશ અને ચિત્તાની જેમ હું તમારા માર્ગ પર લપાઈને રાહ જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેને લીધે હું તેઓ પ્રત્યે સિંહ જેવો છું. દીપડાની જેમ હું માર્ગની બાજુએ તેમના ઉપર તાકી રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ, દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “એટલે હવે હું તમારા માટે સિંહ જેવો થઇશ, દીપડાની જેમ હું તમારા રસ્તાની બાજુમાં ટાંપીને બેસીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:7
10 Iomraidhean Croise  

જો હું સહેજ ઊંચો થાઉં તો તમે મારા પર સિંહની પેઠે ત્રાટકો છો, અને મારી વિરુદ્ધ તમારી અદ્‍ભુત શક્તિનો પરચો આપો છો.


પ્રભુ શૂરવીર સૈનિકની જેમ લડાઈમાં ઝંપલાવે છે. તેમને યોદ્ધાની જેમ શૂરાતન ચડે છે. તે લલકાર કરે છે અને રણનાદ જગાવે છે. તે પોતાના દુશ્મનોને પોતાની તાક્તનો પરચો કરાવે છે.


અને તમારા શાંતિદાયક નિવાસનો પ્રદેશ વેરાન બન્યો છે. જેમ સિંહ પોતાની ગુફા તજી દે તેમ પ્રભુએ પોતાના લોકને તજી દીધા છે. ભયાનક યુદ્ધ અને પ્રભુના ઉગ્ર કોપને લીધે તમારો દેશ ઉજ્જડ બન્યો છે.


તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે.


સંતાયેલા રીંછની માફક તે મારી રાહ જુએ છે અને સિંહની માફક લપાઈને તે મારા પર તરાપ મારે છે.


તેથી હું એફાઈમ અને યહૂદિયાના લોકો પર સિંહની જેમ ત્રાટકીશ. હું તેમને ફાડી નાખીને જતો રહીશ. જ્યારે હું તેમને ઘસડીને લઈ જઈશ ત્યારે તેમને કોઈ છોડાવી શકશે નહિ.


આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.”


શિકાર મળ્યો ન હોય તે સિવાય સિંહ વનમાં ગર્જના કરે? કંઈક શિકાર પકડાયો ન હોય તે વગર સિંહનું બચ્ચું બોડમાં ધૂરકે?


સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે?


મેં જોયેલું પશુ ચિત્તા જેવું, તેના પગ રીંછના પગ જેવા અને મોં સિંહના મોં જેવું હતું. પેલા પ્રચંડ અજગરે એ પશુને તેની પોતાની સત્તા, ગાદી અને વિશાળ અધિકાર આપ્યા.


Lean sinn:

Sanasan


Sanasan