Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:1 - પવિત્ર બાઇબલ C.L.

1 અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી. ઇઝરાયલમાં તે સન્માન પામતો, પણ બઆલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “એફ્રાઇમના વંશનો બોલ પડતાં બીજા વંશના લોકો ધ્રુજી ઊઠતાં. ઇસ્રાએલમાં એ વંશનું એવું માન હતું પરંતુ બઆલની પૂજા કરવાને કારણે એ લોકો અપરાધી ઠર્યા અને માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:1
26 Iomraidhean Croise  

પણ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.”


ઇઝરાયલના રાજા યરોબામે એફ્રાઈમના પહાડીપ્રદેશના નગર શખેમને કિલ્લેબંધીવાળું બનાવ્યું અને ત્યાં થોડો સમય રહ્યો. પછી ત્યાંથી તે જતો રહ્યો અને પનૂએલ નગરને કિલ્લો બંધાવ્યો.


ત્યારે લોકો મારી સલાહ ધ્યનથી સાંભળતા, મારો અભિપ્રાય જાણવા તેઓ ચૂપ રહેતા.


મારું બોલવાનું પૂરું થયા પછી તેઓ આગળ બોલતા નહિ, અને મારી વાતો વરસાદના ટીંપાની જેમ સોંસરી ઊતરી જતી.


મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.


વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.


તો ન બને તે ન જ બને. કારણ, અરામનું પાટનગર દમાસ્ક્સ છે અને રસીન દમાસ્ક્સનો રાજા છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ એવું વેરવિખેર થઈ જશે કે તેનું પ્રજા તરીકે અસ્તિત્વ નહિ રહે.


પણ જેમ જેમ હું તેને બોલાવતો રહ્યો તેમ તેમ તે મારાથી દૂર થતો ગયો. તેમણે બઆલને બલિદાનો ચડાવ્યાં ને મૂર્તિઓ આગળ ધૂપ બાળ્યો.


અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ.


“હું જ તેને અનાજ, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ આપતો હતો એવું તો તે ક્યારેય સ્વીકારતી નથી. મેં જ તેને આપેલા અઢળક સોનારૂપાનો તેણે બઆલની ભક્તિમાં ઉપયોગ કર્યો.


“મારા લોકોએ મારી સંમતિ વિના રાજાઓ સ્થાપ્યા છે અને મને પૂછયા વિના આગેવાનો પસંદ કર્યા છે. તેમણે પોતાના નાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે,


ત્યાર પછી એફ્રાઈમના કુળના સૈન્યના વજવાળા લોકો ટુકડીઓ પ્રમાણે ચાલી નીકળ્યા. આમ્મીહૂદનો પુત્ર એલિશામા તેમનો આગેવાન હતો.


કનાન દેશમાં તપાસ કરવાને માટે મોકલેલા જાસૂસોનાં નામ એ પ્રમાણે હતાં. મોશેએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.


કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”


એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.


એફ્રાઈમના માણસો યુદ્ધને માટે સજ્જ થયા; તેઓ યર્દન ઓળંગીને સાફોન આવ્યા અને યફતાને કહ્યું, “તારી સાથે લડાઈમાં બોલાવ્યા વિના તું આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા સરહદ ઓળંગીને કેમ ગયો? અમે તને તારા ઘરમાં પૂરીને તેને સળગાવી દઈશું! ”


પછી એફ્રાઈમના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું મિદ્યાનીઓ સામે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા કેમ નહિ? તું અમારી સાથે એ રીતે કેમ વર્ત્યો?” એ વિષે તેમણે તેને સખત ઠપકો આપ્યો.


શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan