Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 12:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ પરમેશ્વર છું, હું તમારી પાસે વેરાનપ્રદેશમાં આવ્યો ત્યારે તમે રહેતા હતા તેમ ફરીથી તમને તંબૂઓમાં રહેતા કરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું યહોવા તારો ઈશ્વર છું.જેમ ઠરાવેલા પર્વના દિવસોમાં [તું વસતો હતો] તેમ હજી પણ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 “મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવા કહે છે, “તમને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારથી હું તમારો દેવ યહોવા છું. હું તમને મુકરર પર્વના દિવસોની જેમજ મંડપોમાં રહેતાં કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 12:9
22 Iomraidhean Croise  

છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું; જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો.


પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”


નિયમની સૂચનાઓ પ્રમાણે તેમણે માંડવાપર્વ ઊજવ્યું. તે માટે પ્રત્યેક દિવસે નિયત બલિદાનો ચડાવ્યાં.


પણ કોઈ માણસ પોતાને જાતે જ ઉગારી શકે નહિ, અને તે ઈશ્વરને પોતાના પ્રાણનું મુક્તિમૂલ્ય અદા કરી શકે નહિ.


હું એકમાત્ર પ્રભુ જ તમારો ઈશ્વર છું. મેં જ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા; તમારાં મુખ ઉઘાડો, એટલે હું તમને ખવડાવીશ.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી.


વળી, તમારે ઘર બાંધવાં નહિ. ખેતી કરવી નહિ, દ્રાક્ષવાડીઓ રોપવી નહિ કે ખરીદવી નહિ, અને હમેશાં તંબૂઓમાં જ વસવાટ કરવો; જેથી આ ભૂમિ પર પ્રવાસી તરીકે દીર્ઘકાળ વસી તમે આબાદ થાઓ.’


જેમ શિકારીનું પાંજરું પક્ષીઓથી ભરાઈ જાય તેમ તેમનાં ઘરો લૂંટેલા માલથી ભરેલાં છે. તેથી જ તેઓ વગદાર અને શ્રીમંત બન્યા છે.


પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.


પ્રભુ કહે છે, “હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર તમારો પ્રભુ પરમેશ્વર છું. મારા સિવાય તમારે કોઈ બીજો ઈશ્વર ન હોય. હું જ તમારો ઉદ્ધારક ઈશ્વર છું.


હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે.


“તમારે સાચાં ત્રાજવાં, સાચાં વજન અને સાચાં માપ વાપરવાં. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. મેં તમને ઈજિપ્તમાંથી મુક્ત કર્યા છે.


મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે.


મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં.


તેમના માલિકો તેમને મારી નાખે છે અને છતાં તેમને શિક્ષા થતી નથી. તેઓ તેમનું માંસ વેચે છે અને કહે છે, ‘પ્રભુની સ્તુતિ થાઓ! આપણે ધનવાન છીએ!’ ઘેટાંના પાળકોને તેમના પર કંઈ દયા નથી.”


હું પ્રભુ તમારો ઈશ્વર છું. તમારો ઈશ્વર થવા હું તમને ઇજિપ્તની બહાર કાઢી લાવ્યો છું.”


યહૂદીઓનું માંડવાપર્વ નજીક હતું.


Lean sinn:

Sanasan


Sanasan