Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હા, તેણે દૂતની સાથે બાથ ભીડી, ને જય પામ્યો; તેણે રડીને તેમની યાચના કરી, તે તેમને બેથેલમાં મળ્યા, ત્યાં તે આપણી સાથે બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો; ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હા, તે દેવદૂત સાથે લડ્યો અને જીત્યો હતો. તેના તરફથી આશીર્વાદ મેળવવાને તેણે રૂદન કર્યું અને વિનંતીઓ કરી. બેથેલમાં તેણે દેવની મોઢેમોઢ મુલાકાત કરી. દેવે તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 12:4
18 Iomraidhean Croise  

ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી પકડીને નીકળ્યો. તેનું નામ તેમણે યાકોબ (અર્થાત્ એડી પકડનાર) પાડયું. તેઓ જન્મ્યા ત્યારે ઇસ્હાક 60 વર્ષનો હતો.


આમ, યાકોબ એકલો પાછળ રહી ગયો અને સૂર્યોદય થયો ત્યાં સુધી એક પુરુષે તેની સાથે કુસ્તી કરી.


જ્યારે પેલા પુરુષે જોયું કે તે પોતે યાકોબને હરાવી શક્તો નથી ત્યારે તે તેની જાંઘના સાંધાને અડકયો, એટલે તેની સાથે કુસ્તી કરતી વખતે યાકોબની જાંઘનો સાંધો ઊતરી ગયો.


પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”


યાકોબે કહ્યું, “કૃપા કરીને મને તમારું નામ કહો.” પણ તેણે કહ્યું, “તું મારું નામ શા માટે પૂછે છે?” પછી તેણે યાકોબને આશિષ આપી.


જે સ્થળે ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તેનું નામ યાકોબે બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું.


તેણે યોસેફને આશિષ આપતા કહ્યું, “જે ઈશ્વરની સમક્ષતામાં મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાક ચાલતા હતા, જે ઈશ્વરે મને આજ સુધી જીવનભર સંભાળ્યો છે, જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,


તેમણે સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો હતો, આપણા પૂર્વજોએ પગે ચાલીને યર્દન નદી પાર કરી હતી; ત્યાં આપણે ઈશ્વરમાં આનંદ કર્યો.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


ત્યાર પછી જ તે સમયે આપણે જેઓ જીવંત હોઈશું તેઓ તેમની સાથે આકાશમાં પ્રભુને મળવાને માટે વાદળોમાં ઊંચકાઈ જઈશું. અને એમ આપણે હંમેશાં પ્રભુની સાથે રહીશું.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan