Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 12:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ઇઝરાયલના લોકોએ ભારે રોષ ચડાવ્યો છે તેમના ગુના માટે તેઓ મૃત્યુદંડને લાયક છે; તેમણે ઈશ્વરની માનહાનિ કરી હોવાથી તે તેમને સજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એફ્રાઈમે ભારે ક્રોધ‌ ચઢાવ્યો છે; તે માટે તેણે જે રક્તપાત કર્યો તેનો દોષ તેને જ શિર રહેશે, ને તેણે કરેલું અપમાન તેનો પ્રભુ તેના ઉપર પાછું લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ ઇસ્રાએલના લોકોએ યહોવાને ભારે ક્રોધિત કર્યા છે. યહોવા તેમના પાપો માટે તેમને જ જવાબદાર ઠેરવશે અને તેમણે જે અપરાધો કર્યા છે, તેનો દોષ તેમના માથે નાખશે અને તેને પ્રભુ યહોવા મૃત્યુદંડ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 12:14
16 Iomraidhean Croise  

દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.”


“જો એ માણસનો પુત્ર અત્યાચારી અને ખૂની નીકળે,


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


કારણ, તેણે ચેતવણી લક્ષમાં લીધી નહિ. તેથી તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે. રણશિંગડાનો અવાજ સાંભળીને તે ચેત્યો હોત તો તે પોતાનો પ્રાણ બચાવી શક્યો હોત.


ત્યારપછી તે સમુદ્રકાંઠાનાં રાજ્યો પર આક્રમણ કરશે અને તેમાંનાં ઘણાને જીતી લેશે. પણ એક પરદેશી રાજા તેનો પરાજ્ય કરશે, તેનો ગર્વ ઉતારી પાડશે અને તેનું અપમાન તેને પાછું વાળી આપશે.


તેઓ વચનો આપે છે, પણ પાળતા નથી. તેઓ જુઠ્ઠું બોલે છે, ખૂન કરે છે, ચોરી કરે છે અને વ્યભિચાર આચરે છે. ગુનાઓ વધતા જાય છે અને ઉપરાઉપરી ખૂન થાય છે.


તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.”


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


એને બદલે, તમારા ઈશ્વર પ્રભુ તમારી મધ્યે તમારા લોકોમાંથી જ તમારે માટે મારા જેવો સંદેશવાહક ઊભો કરશે; તમારે તેનું જ સાંભળવું.


હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવો સંદેશવાહક ઊભો કરીશ. હું તેના મુખમાં મારો સંદેશ મૂકીશ અને હું તેને ફરમાવું તે સંદેશ તે લોકને આપશે.


જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan